આ શહેરના બાર વર્ષના છોકરાએ મેળવી ડેટા સાયન્ટિસ્ટ ની નોકરી, રચ્યો ઇતિહાસ


જોવા જઈએ તો સોફ્ટવેર કંપનીઓ ઘણી અનુભવી અને ઉંમરમાં ઠીક દેખાતા લોકોને જ પોતાની કંપનીમાં નોકરી ઉપર રાખે છે. પરંતુ હૈદરાબાદમાં એક નવો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક કંપનીએ પોતાને ત્યાં બાર વર્ષના એક છોકરાને ડેટા સાયન્ટિસ્ટ ના પદ ઉપર નોકરી પર રાખ્યો છે. આ છોકરાનું નામ સિદ્ધાર્થ શ્રીવાસ્તવ પીલ્લી છે. સિદ્ધાર્થ ચેતન્ય સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છે તે 7મા ધોરણનો વિદ્યાર્થી છે.

તેમના પિતાએ શીખવાડી કોડિંગ અને મળી પ્રેરણા

સિદ્ધાર્થનું કહેવું છે કે તેમના પિતા પાસેથી તેણે કોડિંગ કરવાનું શીખ્યો. જેનાથી તેમણે ઘણી પ્રેરણા મળી તે પ્રેરણા ના કારણે તે આગળ વધતો ગયો અને ડેટા સાયન્ટિસ્ટ બની ગયો. તેમણે કહ્યું કે પરિવારના લોકો પ્રેરણા આપવાનું કામ કરે છે અને તે અભ્યાસ પણ કરતો રહ્યો તેના જ કારણે તે આજે સાયન્ટીસટ બની શક્યો સિદ્ધાર્થનું કહેવું છે કે પિતાની જે પ્રેરણા આપી અને જે રીતે કોડિંગ શીખવાડ્યું તેને જ તેમને આગળ વધવાની પ્રેરણા મળતી રહી અને તે વાંચતા ગયા. પિતાના કારણે જ તેમને આટલી ઓછી ઉંમરમાં નોકરી મળી શકી.

હૈદરાબાદની સોફ્ટવેર કંપની મોન્ટેનકે સ્માર્ટ બિઝનેસ સોલ્યુશન માં ડેટા સાઈન્ટિસ્ટ

બાર વર્ષના એક છોકરાની હૈદરાબાદની સોફ્ટવેર કંપની એ પોતાને ત્યાં ડેટા સાઈનટીસ ની નોકરી ઉપર રાખ્યો છે. ત્યારબાદ આ બાળક ખૂબ જ ચર્ચાનો વિષય બની ચૂક્યો છે. તેમણે હૈદરાબાદની સોફ્ટવેર કંપની મોન્ટેનકે સ્માર્ટ બિઝનેસ સોલ્યુશન એ ડેટા સાયન્ટિસ્ટ ની પોઝીશન ઉપર રાખ્યો છે.

Google માં કામ કરનાર તન્મય બક્ષી થી લીધી પ્રેરણા

તેમની સાથે સિદ્ધાર્થે કહ્યુ કે તેમના ડેટા સાયન્ટિસ્ટ બનવાની પ્રેરણા ગુગલ માં સૌથી ઓછી ઉંમરમાં કામ કરવાવાળા તન્મય બક્ષી પાસેથી મળી. તન્મય બક્ષી એ ઘણી નાની ઉંમરમાં ગુગલ માં કામ કરવાનું શરૂ કરી દીધું હતું તેમના પછી તેમણે નક્કી કર્યું કે તે પણ કંઈ ને કંઈ કરશે. ત્યારબાદથી તેમના પિતા સાથે મળીને કોડિંગ કરવાનું શરૂ કર્યું અને તેમણે આ મહારથ મેળવી.

તમે અમારો આ લેખ રોજની ખબર - RojniKhbar.in ના માધ્યમ થી વાંચી રહયા છો.અમારા આ લેખ ને વાંચવા બદલ અમારી ટીમ આપનો આભાર માને છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો વધુ માં વધુ શેર કરી ને લોકો સુધી પહોંચાડો અને તમારો પ્રતિભાવ અમને જણાવો.....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારા ફેસબુક પેજ લિંક ઉપર ક્લિક કરી ને લાઈક કરી શકો છો.

Post a comment

0 Comments