આયુષ્માન ની સાથે એન્ટ્રી જમાવીને સાતમા આસમાન ઉપર ભૂમિ પેડનેકર બોલી અમારી જોડે પરફેક્ટ


રાજ કપૂર-નરગીસ, રાજેશ ખન્ના-મુમતાજ, અમિતાભ બચ્ચન-રેખા, ધર્મેન્દ્ર-હેમા માલિની અને શાહરુખ ખાન અને કાજોલ જેવી હિન્દી સિનેમાની હિટ જોડી માં એક નવું નામ શામેલ થઇ ચૂક્યું છે આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડનેકર નું. એક પછી એક લગાતાર ત્રણ સુપરહિટ ફિલ્મો દમ લગા કે હૈસા, શુભ મંગલ સાવધાન અને હવે બાલા ની હેટ્રિક બંનેની જોડી ને હીન્દી સિનેમા ના દર્શકો 100માંથી 100 નંબર આપ્યા છે.


આ વિષેની ચર્ચામાં ભૂમિ કહે છે કે આયુષ્માન અને હું નિચિંત રૂપથી એક ભાગ્યશાળી ઓન-સ્ક્રીન જોડી છીએ જેને દર્શકો દ્વારા ખૂબ જ સારો પ્રેમ અને પ્રશંસા મળી રહી છે. કલાકારના રૂપમાં અમે એકબીજાના પૂરક છીએ અને અમારી ઓન સ્ક્રીન કેમેસ્ટ્રીનાં ઘણી સારી છે. અમે એક સાથે ત્રણ ફિલ્મો કરી છે અને તે દેખાડે છે કે લોકોને એક જોડી ના રૂપમાં અમને ઘણો પ્રેમ આપ્યો છે અને મને તે વાતની ખુબ જ ખુશી છે.


આયુષ્માન ખુરાના ની સાથે કામ કરવું અને એકબીજાને સમજવાના દરમિયાન અભિનેત્રીના રૂપમાં ભૂમિને કેટલો ફાયદો થયો આ સવાલ ઉપર તે કહે છે કે એક પછી એક લગાતાર ત્રણ ફિલ્મો ના દરમ્યાન અમે બંને એક કલાકારના રૂપમાં વિકસિત થયા છીએ. હું તેમને એક દોસ્ત અને સહકાર માંગું છું અને હમેશા તેમની આગળ વધવાની કામના કરું છું. પોતાની ત્રણ ફિલ્મોમાં અમે કોઈના કોઈ સામાજિક રૂઢી ને તોડવાની કોશિશ કરી છે. દમ લગા કે હઈસા ની કહાની બોડી શેમિંગ વિશેની હતિ. શુભ મંગલ સાવધાન પુરુષોમાં સંબંધ દોષ ની વાત કરે છે અને હવે બાલા સમય થી પહેલા ટાલ અને કાળી મહિલાઓને મુશ્કેલી થી સંબંધિત છે. મને લાગે છે કે વાસ્તવિક અને સામાજિક મુદ્દા ને સૌથી વધુ ઈમાનદાર અને મનોરંજક રીતે પ્રસ્તુત કરવામાં અમારી જોડી ખૂબ જ સારી છે.


તો હવે આ હેટ્રિક પછી શું? આ સવાલ પૂછવા ઉપર ભૂમિ કહે છે કે તે આયુષ્માન ની સાથે પોતાની હિટ રેકોર્ડ ને આગળ વધારવા માંગે છે. ભૂમિની આગળની રિલીઝ થવાની ફિલ્મ હશે પતિ પત્ની ઔર વોહ. તેમના સિવાય તે બે ફિલ્મો માં કામ કરી રહી છે. ભૂત પાર્ટ વન ધ વોન્ટેડ શીપ અને ડોલી કિટ્ટી ઓર વો ચમકતે સિતારે.

તમે અમારો આ લેખ રોજની ખબર - RojniKhbar.in ના માધ્યમ થી વાંચી રહયા છો.અમારા આ લેખ ને વાંચવા બદલ અમારી ટીમ આપનો આભાર માને છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો વધુ માં વધુ શેર કરી ને લોકો સુધી પહોંચાડો અને તમારો પ્રતિભાવ અમને જણાવો.....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારા ફેસબુક પેજ લિંક ઉપર ક્લિક કરી ને લાઈક કરી શકો છો.

Post a comment

0 Comments