આ પાંચ વસ્તુ ની મદદથી વધારો તમારી ભૂખ અને મેળવો સંતુલિત


શરીર

આજકાલના સમયમાં ઘણા લોકો તેમના મોટાપા કારણે પરેશાન છે. ત્યાં જ ઘણા લોકો એવા પણ છે જે તેમના પાતળા શરીર ના કારણે ઘણી જ તકલીફ માં છે. બધા જ લોકોને એક સંતુલિત શરીર ની ઈચ્છા હોય છે જે સારા ખાન પાન ના કારણે પ્રાપ્ત થાય છે. પરંતુ ઘણા લોકોને ભૂખ જ નથી લાગતી જેના કારણે તેમનું શરીરમાં પોષક તત્ત્વોની પૂર્તિ નથી થઈ શકતી જે ચિંતા, તણાવ અને અશાંતિ જેવી માનસિક ચિંતાઓનો કારણ પણ બને છે. એટલા માટે આજે અમે તમને થોડા એવા ઘરેલૂ નુસખા લઈને આવ્યા છીએ જેની મદદથી તમારી ભૂખ વધશે તો ચાલો જાણીએ કે નુસખાઓ વિશે.

આમળા

આમળા ગેસ્ટ્રો ઈંટેસ્ટટીનલ સમસ્યાઓના કારણે થતી ભૂખની ઉણપને વધારવામાં મદદ કરે છે.

આમળા પાચનતંત્ર ના કામકાજ માં સુધારો લાવવા, લીવર થી વિષાક્ત પદાર્થોને બહાર કાઢવા અને ગેસ્ટ્રો ઇનસ્ટેન્ટિનલ પ્રણાલી માટે ટોનિક રૂપમાં કામ કરે છે. ભુખ વધારવા માટે એક કપ પાણીમાં બે ચમચી આમળા અને લીંબુનો રસ અને એક ચમચી મધ મેળવો. આ મિશ્રણને સવારે ખાલી પેટ ઓછામાં ઓછું ત્રણ થી ચાર મહિના સુધી લો.

ઈલાયચી

ઈલાયચી અથવા તો નાની ઇલાયચી એક વોર્મિંગ પાચન ટોનિક ના રૂપમાં કામ કરે છે. તે પછી પેટ ફૂલવું અને પાચક રસોનો સ્ત્રાવ ઉત્તેજક દ્વારા ભૂખમાં સુધાર કરવામાં ખૂબ જ મદદગાર હોય છે. તેમનો લાભ પ્રાપ્ત કરવા માટે બસ નિયમિત રૂપથી લેવામાં આવતી  ઈલાયચીનાં બીજ અથવા તો ઈલાયચી ની ફાડ ને જોડો.

જીરુ

એક ગ્લાસ પાણીમાં સંચળ, સિંધી નમક અને એક ચમચી જીરું પીસેલું ને મેળવીને પીવો. આવું કરવાથી તમારી ભૂખ ખૂબ જ ઝડપથી વધી જશે.

ધાણાનો રસ

ભૂખમાં સુધાર લાવવા માટે ધાણાનો રસ ખૂબ જ ગજબનું કામ કરે છે. ખાવા ને પચાવવા માટે આપણા પેટમાં એક ગેસ્ટ્રીક રસ નો સ્ત્રાવ થાય છે. જે ખાવા ને જલ્દી પચવામાં મદદ કરે છે અને ધાણાનો રસ આ રસને ચેહરા પર સકારાત્મક પ્રભાવ નાખે છે. ધાણાનો રસ પેટમાં ગેસ, એસીડીટી અને અપચો જેવી બીજી બીમારીઓમાંથી પણ રાહત આપે છે.

લસણ

લસણ પાચનતંત્ર ને વધારો કરવા માટે અને ભૂખ ની ઉણપ ના ઈલાજ માટે એક પ્રભાવી ઘરેલૂ ઉપાય માનવામાં આવે છે. એક કપ પાણીમાં 3 થી 4 લસણની કળી ઉકાળી લો આ મિશ્રણને ગાળી લો અને તેમાં અડધું લીંબુનો રસ નીચોવી લો. સમસ્યામાં સુધારો જોતા સુધી દિવસમાં બે વાર પીવો.

તમે અમારો આ લેખ રોજની ખબર - RojniKhbar.in ના માધ્યમ થી વાંચી રહયા છો.અમારા આ લેખ ને વાંચવા બાદલ અમારી ટીમ આપનો આભાર માને છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો વધુ માં વધુ શેર કરી ને લોકો સુધી પહોંચાડો અને તમારો પ્રતિભાવ અમને જણાવો.....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારા ફેસબુક પેજ લિંક ઉપર ક્લિક કરી ને લાઈક કરી શકો છો.

Post a comment

0 Comments