ભિખારી ના મૃત્યુ પછી ઝૂંપડી માંથી નીકળ્યા આટલા રૂપિયા કે પૈસા ગણતા ગણતા પોલીસને પણ પરસેવો આવી ગયો


હાર્બર રેલ્વે માર્ગ ગોવંડી રેલવે સ્ટેશન પર રેલવે ટ્રેક પાર કરતા સમયે એક ભિખારી નું મૃત્યુ થઈ ગયું. તે ગોવંડી સ્ટેશન પર ભીખ માંગ્યા કરતો હતો. મૃત્યુ પછી પોલીસે તેમની ઝૂંપડીમાં તલાશી લેવાનું શરૂ કર્યું તો લગભગ 1.5 લાખ રૂપિયા થી ભરેલી થેલીઓ મળી બેંકમાં 8.77 લાખ રૂપિયાની એફડી ના કાગળિયા પણ મળ્યા.

હાર્બર રેલવે માર્ગ પર ગોવંડી સ્ટેશન પર ભીખ માંગતો બીરાબીચંદ આઝાદ ઉંમર 70 ગોવંડી રેલવે સ્ટેશન ની પાસે રેલવે લાઈનની સાથે લાગેલી ઝૂંપડીમાં રહેતો હતો. શુક્રવારે મોડી રાત્રે રેલવે ટ્રેક પાર કરતા સમયે તે ઘાયલ થઈ ગયો. તેને તરત જ ઘાટકોપરના રજવાડી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો.


રેલવે પોલીસે તેમને શવ પરિવાર ને આપવા માટે તેમના સંબંધીઓની તલાશ શરૂ કરી. તેમના સંબંધીઓ વિશે ખબર તો ના પાડી પરંતુ આ દરમિયાન પોલીસ અને રેલવે સ્ટેશન ની પાસે એક ઝૂંપડી હોવાની જાણકારી મળી. પોલીસ ટીમે જ્યારે તેમની ઝૂંપડીમાં જોઈને તલાશ શરૂ કરી તો પૈસા થી ભરેલી ઘણી થેલીઓ મળી. ગણતરી કરવા ઉપર 1.5 લાખ રૂપિયા નીકળ્યા તેની સાથે જ આઠ લાખ ૭૭ હજાર રૂપિયાની બેંકમાં એફડી ના કાગળિયા પણ મળ્યા.

તમે અમારો આ લેખ રોજની ખબર - RojniKhbar.in ના માધ્યમ થી વાંચી રહયા છો.અમારા આ લેખ ને વાંચવા બદલ અમારી ટીમ આપનો આભાર માને છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો વધુ માં વધુ શેર કરી ને લોકો સુધી પહોંચાડો અને તમારો પ્રતિભાવ અમને જણાવો.....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારા ફેસબુક પેજ લિંક ઉપર ક્લિક કરી ને લાઈક કરી શકો છો.

Post a comment

0 Comments