શું તમે ક્યારેય ખાધું બટેકા નું અથાણું? નોંધી લો આજેજ આ રીત


અથાણું એક એવી વાનગી છે જેને દરેક લોકો ભોજન સાથે ખાય છે. ખાસ કરીને તમે દરેક પ્રકારના અથાણા બનાવીને ટ્રાય કર્યા છે પરંતુ શુ તમે ક્યારેય બટેટાનું અથાણું ટ્રાય કર્યું છે. તમે અત્યાર સુધી બટેટાનું શાક ટ્રાય કર્યું હશે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય બટેટાનું અથાણું. જે સહેલાઇથી બની જાય છે.

સૌ પ્રથમ બટેટાને ધોઇને બરાબર સાફ કરી લો. હવે મીડિયમ આંચમાં એક કૂકરમાં પાણી અને બટેટા ઉમેરીને તેને પાંચ સીટી વગાડીને બાફી લો. હવે બટેટા ઠંડા થવા પર તેની છાલ ઉતારીને નાના ટૂકડામાં કટ કરી લો. હવે એક બાઉલમાં બટેટા, લાલ મરચું, આમચૂર, હળદર, રાઇ અને મીઠું મિક્સ કરો. હવે એક કઢાઇમાં તેલ ઉમેરીને તેલ ગરમ કરવા મૂકો.


તેલ બરાબર ગરમ થાય અને ધૂમાડો નીકળે એટલે ગેસની આંચ બંધ કરી દો. તેલ ઠંડુ થાય એટલે તેમા બટેટા ઉમેરી લો અને તેને બરાબર મિક્સ કરી લો. તૈયાર છે બટેટાનું અથાણું. તેને 2-3 દિવસ સુધી તડકામાં જરૂરથી રાખો અને તેને વચ્ચે-વચ્ચે હલાવતા રહો. જેથી મસાલો બરાબર મિક્સ કરી લો.

Post a comment

0 Comments