બંગાળી અંદાજમાં બનાવો લાજવાબ ગુલાબજાંબુ નોંધી લો તેની સરળ રીત


જરૂરી સામગ્રી


  • કન્ડેન્સ મિલ્ક ૧ કપ
  • 1-1/2 કપ મેંદો
  • બેકિંગ પાઉડર 1/4 ચમચી
  • દેશી ઘી એક ચમચી
  • ચાસણી બનાવવા માટે ખાંડ ૪ કપ
  • તેલ તળવા માટે
  • છીણેલું નારિયેળ ગાર્નિશ માટે
  • બદામ ૪ બારીક કાપેલી ગાર્નિશ માટે
  • પિસ્તા બારીક કાપેલા ગાર્નિશ માટે
  • ઈલાયચી પાવડર વન ફોર ચમચીબનાવવાની વિધિ

-ગુલાબ જાંબુ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ લો તેમાં મેંદો, કન્ડેન્સ મીલ્ક, બેકિંગ પાઉડર અને દેશી ઘી નાખીને સારી રીતે મેળવીને લોટ ગૂંથે તેમ તૈયાર કરી લો અને તેને ઢાંકીને એક કલાક માટે રાખી દો. જ્યાં સુધી આપણે ગુલાબ જાંબુ બનાવવાની ચાસણી તૈયાર કરી લઈએ. ચાસણી બનાવવા માટે ચાર કપ ખાંડ અને ત્રણ કપ પાણી નાખીને ગેસ ઉપર પીગળવા માટે રાખી મૂકો.

-જ્યારે ખાંડ પીગળી જાય ત્યારે તેમાં અડધો કપ દૂધ નાખી દો. જેમાં ચાસણી ની બધી જ ગંદકી બહાર આવી જશે અને તે ને ચારણી વડે બહાર કાઢી નાખો. ચારથી પાંચ મિનિટ ચાસણી પડ્યા પછી તે બનીને તૈયાર થઇ જશે તેને તમે ચેક પણ કરી શકો છો. ચાસણી એક તાર જેમ હોવી જોઈએ. તેને તમે આંગળી ઉપર રાખીને બંને હાથ વડે દબાવીને જોઈ શકો છો. તો ચાસણી એક તાર જેમ બનવા લાગશે જેને એક તાર જેમ ચાસણી કહે છે.

-હવે આપણે ચાસણીમાં 1/4 ચમચી ઈલાયચી પાવડર નાખીશું. જેમાંથી સુગંધ સારી આવશે અને ચાસણીને ઢાંકીને રાખી મુકીશું. એક કલાક પછી તૈયાર કરેલો લોટ નાના આકારમાં તોડીને હાથથી મસળી ને એક બોલ આકારમાં તૈયાર કરીશું. ત્યારબાદ આપ બોલ ને તળવા માટે એક કડાઈમાં તેલ નાંખી અને ગેસ પર ગરમ થવા માટે રાખીશું. જ્યારે તેલ ગરમ થઈ જાય ત્યારે ગેસને ધીમો કરીને અને તૈયાર બોલ ને ગરમ તેલ નાખીને તેની ધીમા તાપ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ગરમ કરીશું.

-જ્યારે બોલ્સ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારે તેને બહાર કાઢીને ત્રણથી ચાર મિનિટ સુધી ટીશ્યુ પેપર પર રાખી મુકીશું અને ત્યારબાદ બોલ ને ચાસણીમાં નાખીને અડધો કલાક સુધી મૂકી રાખીશું. જેથી ચાસણી બોલની અંદર સારી રીતે મિશ્ર થઇ જાય અને તમારા ગુલાબજાંબુ બનીને તૈયાર થઈ જાય.

-અડધો કલાક પછી ગુલાબ જાંબુ બનીને તૈયાર થઇ જશે. તમે તેને ગુલાબ જામુન ને છીણેલું નાળિયેર અને બદામ તેમજ પિસ્તા સાથે સજાવીને સર્વ કરી શકો છો.

Post a comment

0 Comments