અમિતાભ બચ્ચન ના ખોળામાં બેઠેલી આ નાની છોકરી બોલિવૂડની છે સુપરસ્ટાર શું તમે ઓળખો છો?


અમિતાભ બચ્ચન ફિલ્મો સિવાય પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પણ ઘણાં એક્ટિવ રહે છે. તે પોતાના ફેન્સ માટે હંમેશા જૂની તસ્વીરો શેર કરતા રહે છે. સાથે જ ફેન્સ ના સવાલોનો જવાબ પણ આપતા રહે છે. હાલમાં જ એક ફેન્સ એ અમિતાભ બચ્ચન ને ટેગ કરતા તેમને એક જુનો ફોટો શેર કર્યો.


આ તસવીરમાં અમિતાભ બચ્ચન ની આજુબાજુ ખૂબ જ જાજા બાળકો જોવા મળી રહ્યા છે. ત્યાં જ તેમના ખોળામાં એક નાની એવી બાળકી પણ છે ફેન્સ એ બીગ બી ને ટેગ કરતા પૂછ્યું કે તેમના ખોળામાં આ બાળકી કોણ છે? ત્યારબાદ બિગ બી એ ફેન્સ ના સવાલનો જવાબ આપ્યો. અમિતાભ બચ્ચન એ કહ્યુ કે તે બેબો એટલે કે કરિના કપૂર છે.


આ બ્લેક એન્ડ વાઈટ ફોટોમાં શ્વેતા બચ્ચન અને કરિશ્મા કપૂર પણ દેખાઈ રહી છે. કહી દઈએ કે અમિતાભ બચ્ચન એ થોડા સમય પહેલા ફિલ્મ પુકાર ના સેટ ની એક જૂની તસવીર સાજા કરી હતી. આ ફોટોમાં પણ કરીના કપૂર ની સાથે નજર આવી હતી. પુકાર ની શૂટિંગ ના દરમિયાન કરીના પોતાના પિતા રણધીર કપૂર ના સાથે ફિલ્મના સેટ ઉપર હતી.


ફોટો શેર કરીને બિગ-બીએ કહ્યું હતું કરીના કપૂર પોતાના પિતા ની સાથે સેટ ઉપર આવતી હતી. આ સેટ ગોવામાં લાગ્યો હતો તેમના પગમાં ચોટ લાગી ગઈ હતી. ત્યારબાદ મેં તેમને દવા લગાવી હતી કહી દઈએ કે કરિનાએ ફિલ્મ રિફ્યુજી માં અભિષેક બચ્ચન ની સાથે કામ કર્યું હતું.


તે ફિલ્મ બન્નેની પહેલી ફિલ્મ હતી ત્યાં જ કરીના કપૂર અમિતાભ બચ્ચન ની સાથે પણ ઘણી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂકી છે. તેમાં કભી ખુશી કભી ગમ, દેવ અને સત્યાગ્રહ જેવી ફિલ્મો શામેલ છે.

તમે અમારો આ લેખ રોજની ખબર - RojniKhbar.in ના માધ્યમ થી વાંચી રહયા છો.અમારા આ લેખ ને વાંચવા બદલ અમારી ટીમ આપનો આભાર માને છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો વધુ માં વધુ શેર કરી ને લોકો સુધી પહોંચાડો અને તમારો પ્રતિભાવ અમને જણાવો.....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારા ફેસબુક પેજ લિંક ઉપર ક્લિક કરી ને લાઈક કરી શકો છો.

Post a comment

0 Comments