એલચીનો ઉપયોગ નીચે જણાવ્યા મુજબ કરશો તો મગજ કોમ્પ્યુટરની જેવું બની જશે તેજ


ભારતમાં મોટેભાગે એલચી માઉથ ફ્રેશનર તરીકે વપરાય છે.તે સિવાય ઘણા લોકો રસોઈની અંદર પણ એલચીનો ઉપયોગ કરે છે. મોટેભાગે અમુક મીઠાઈઓ જેવી કે હલવો, શિરો અને ખીર ની અંદર એલચી વપરાય છે. એલચી બે પ્રકારની હોય છે. એક નાની એલચી, જેનાથી સ્વાદ વધે છે, અને તેનાથી સુગંધ પણ સરસ આવે છે. હવે વાત કરીયે બીજા પ્રકારની એલચી જે મોટી એલચી હોય છે. હકીકતમાં તે એક મસાલા તરીકે વપરાય છે જેને વઘારમાં ઉપયોગી છે.

એલચી એ આપણા સ્વાસ્થ્ય માટે ઘણી સારી હોય છે. આયુર્વેદ શાસ્ત્રોમાં એલચીથી થતા સ્વાસ્થ્યને લગતા ફાયદાઓ વિશે સમજાવવામાં આવ્યું છે. એલચીમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ વગેરે જેવા પોષક તત્વો રહેલા છે. જેનાથી તમારા શરીરને જરૂરી એવા બધા જ પોષક તત્વો મળી જાય છે. આજે આપણે જાણીશું કે એલચીનું સેવન કરવાથી કાયા ફાયદા થશે

એલજીથી મગજ બને છે તેજ

સામાન્ય રીતે ઓછા લોકોને એલચીનો ઉપયોગ તમારા મગજને મજબૂત કરાવવા માટે પણ કરી શકાય છે, તેવી ખબર હોતી નથી. જો એલચીનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તેનાથી તમારી યાદશક્તિ વધે છે. સાથે-સાથે એલચીના યોગ્ય ઉપયોગથી તમારી વિચારવાની, સમજવાની શક્તિ પણ બમણી થઈ જાય છે. આ નુસખાને તૈયાર કરવા માટે 3 બદામ, 3 પિસ્તા અને 4 એલચીને ભેળવી બરાબર પીસી લો. ત્યારબાદ આ મિશ્રણને એક ગ્લાસ દૂધની અંદર નાખી દો, અને દૂધને ગરમ કરી લો. જ્યારે દૂધ ઉકળીને અડધું થઇ જાય ત્યાં સુધી દૂધને ઉકાળો. ત્યારબાદ તે દૂધની અંદર સાકર ઉમેરીને પી જાવ. આ નુસખો મોટા વ્યક્તિઓની સાથે-સાથે નાના બાળકોના મગજને પણ શાર્પ કરે છે અને તેની યાદશક્તિ વધારવામાં મદદ કરે છે.

એલચી ખાવાના બીજા ફાયદાઓ

પાચનતંત્ર મજબૂત બનાવે :-

આપણે જોઈએ છે કે જ્યારે આપણા ઘરે કોઈ પણ મહેમાન સાંજે જમવા આવે છે ત્યારે જમ્યા પછી તેને એલચી આપતા હોઈએ છે, ઘણી વખત હોટેલોમાં પણ જમ્યા પછી પીરસવામાં આવતા મુખવાસમાં એલચીનો ઉપયોગ કરવામાં આવે છે, શું તમે જાણો છો આવું શા માટે કરવામાં આવે છે? જમ્યા બાદ એલચીનું સેવન કરવાથી પાચનશક્તિને તેજ બને છે, અને તમે જમેલો ખોરાક પચવામાં મદદ મળે છે. આથી જમ્યા પછી એલચીનું સેવન કરવાના કારણે તમને પેટને લગતી અનેક પ્રકારની બીમારીઓ જેવી કે કબજિયાત, એસીડીટી, પેટની અંદર થતી બળતરા, પેટની અંદર થતા દુખાવા જેવી સમસ્યામાંથી છુટકારો મળે છે. જો તમારા ગળામાં અથવા તો છાતીમાં થતી બળતરામાં પણ રાહત મળે છે

કેવી રીતે કરશો સેવન

એલચીના સેવનથી પાચનતંત્રને મજબૂત થાય તેના માટે એલચીનો એક ઔષધ તરીકે ઉપયોગ કરી શકો છો. તેના માટે આદુનો એક નાનો ટુકડો સુકવી લો. ત્યારબાદ બે લવિંગ, 3 એલચી અને એક ચમચી ધાણા લઈ આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લો, અને તેને મિક્સરમાં ક્રશ કરી તેનો પાઉડર બનાવી લો. હવે આ ચૂરણને દરરોજ સવાર-સાંજ જમ્યા પછી લેવાનું છે. આમ કરવાથી તમારા પેટને લગતી દરેક સમસ્યાઓ દૂર થઈ જશે.

બ્લડપ્રેશર

જે લોકોને બ્લડપ્રેશરની સમસ્યા છે તેવા વ્યક્તિ એલચી દરરોજ લે કારણકે એની અંદર રહેલ પોટેશિયમ અને ફાઇબર તમારા શરીરની અંદર બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.

શરદી ઉધરસ

શિયાળાની ઋતુમાં શરદી-ઉધરસ ઘણું સામાન્ય વાત છે. આવી પરિસ્થિતિમાં જો સવાર-સાંજ ખાલી પેટ એકથી બે એલચી ખાઈ અને ઉપર પાણી પી લેવામાં આવે તો તેના કારણે તમારી શરદી-ઉધરસની સમસ્યા દૂર થઈ જાય છે, અને સાથે સાથે તમારા ગળાની અંદર થતી બળતરા પણ ઓછી થઈ જાય છે.

આવી રીતે જો આપણે નિયમિત રીતે એલચીનું સેવન કરીયે તો આપણા સ્વાસ્થ્ય માટે તો ઘણું સારું છે જ સાથે સાથે એલચી યોગ્ય રીતે લઈએ તો તેના કારણે આપણું મગજ પણ એકદમ તેજ બને છે, અને સાથે જ આપણી યાદશક્તિ પણ વધે છે.

Post a comment

0 Comments