એક 8 વર્ષ નો બાળક ભગવાન ને મળવા માંગતો હતો, એક દિવસ તે વગર કોઈને કહીને ભગવાન ને મળવા માટે ઘરે થી નીકળી પડ્યો, નદી કિનારે એક વૃદ્ધ વ્યક્તિ નજર આવ્યો...


એક 8 વર્ષ નો બાળક તેમના માતા-પિતા પાસે હંમેશા જીદ કરતો હતો કે તેને ભગવાન ને મળવું છે. પરંતુ તેમના માતા પિતા કોઈને ને કોઈ વાત બનાવી લેતા હતા. 

તે બાળક એવું ઈચ્છતો હતો કે તે ભગવાન ને મળે અને તેમની સાથે ખાવાનું ખાઈ. એક દિવસ તે બાળક અચાનક કોઈને કહ્યા વગર ઘરે થી નીકળી ગયો. તે પોતાની સાથે એક થેલીમાં થોડી રોટલી લઈને નીકળ્યો.

થોડો સમય ચાલ્યા પછી તે એક નદી કિનારે પહોંચ્યો, ત્યારે પહોંચતા તેને એક ત્યાં વૃદ્ધ વ્યક્તિ બેસેલો દેખાણો, જેની આંખ માં ચમક હતી અને એવું લાગી રહ્યું હતું કે જે તે બાળક ની રાહ જોઈ રહ્યા છે.

બાળક તે વૃદ્ધ પાસે ગયો અને તે પોતાની રોટલી કાઢીને ખાવા લાગ્યો. તેણે પોતાના હસતા ચહેરે તે વૃદ્ધ વ્યક્તિ તરફ હાથ લંબાવ્યો અને રોટી દેખાડી.

તે વૃદ્ધ વ્યક્તિ બાળક સાથે રોટલી ખાવા લાગ્યો અને તેમની આંખ માં આંસુ આવી ગયા. બંને એક એક બીજા સાથે પ્રેમ થી ભોજન કર્યું. જયારે રાત થઇ તો તે બાળક ઘરે જવા લાગ્યો. બાળકે પાછળ ફરીને તે વૃદ્ધ તરફ જોયું તો તે વૃદ્ધ તે બાળક ને જોઈ રહ્યો હતો. બાળક જયારે ઘરે પહોંચ્યો ત્યારે તેની માતાએ તેને ગળે લગાવી લીધો. બાળક ખુબજ ખુશ હતો એટલા માટે તેની માતાએ તેમને પૂછ્યું કે તે એટલો ખુશ કેમ છે.

બાળકે કહ્યું કે તે આજે ભગવાન ને મળીને આવ્યો છે. મેં ભગવાન સાથે રોટલી ખાધી અને તેને પણ ખવરાવી. ભગવાન થોડા વૃદ્ધ થઇ ચુક્યા છે. પરંતુ તે ખુબજ પ્યારા છે. તેને મને ખુબજ પ્રેમ કર્યો. ત્યાંજ વૃદ્ધ પણ પોતાના ગામ પહોંચ્યા તો તેને ખુશ જોઈને લોકો પૂછવા લાગ્યા કે તે એટલા ખુશ કેમ છે તેણે કહ્યું કે તે 2 દિવસ નદીના તટ ઉપર બેસીને રાહ જોઈ રહ્યો હતો કે પરમાત્મા આવશે અને મને ભોજન કરાવશે. આજે ભગવાન પોતે મારી પાસે આવ્યા અને મને ભોજન કરાવ્યું. આજે ભગવાન સ્વયં મારી પાસે આવ્યા અને તેણે તેમના હાથે મને ભોજન કરાવ્યું. તેણે મને ગળે પણ લગાડ્યો. ભગવાન ખુબજ માસુમ હતા અને એક બાળક ના રૂપ માં આવ્યા હતા.

શીખ 

આ કહાની માં શીખ મળે છે કે જરુરીયા મંદો ની સેવા કરવી જ ભગવાન ની સેવા છે. જો તમને પણ ક્યારેય તક મળે તો જરુરીયા મંદો ની સેવા જરૂર કરો તમને પણ ખુશી મળશે.

Post a comment

0 Comments