ગુજરાત નું કષ્ટભંજન મંદિર છે ખુબજ ખાસ, અહીં હનુમાનજી ના ચરણો માં સ્ત્રી રૂપ માં બેઠા છે શનિદેવ


જ્યોતિષ માં શનિ ને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. જે કુંડળી માં આ ગ્રહ અશુભ સ્થિતિ માં હોઈ છે, તેને ભાગ્ય નો સાથ નથી મળતો અને ઘણી મુશ્કેલી ઓ નો સામનો પણ કરવો પડે છે. શનિ ને પક્ષ માં કરવાનો એક વધુ ઉપાય છે કે હનુમાનજી ની પૂજા કરવામાં આવે છે. હનુમાનજી ની પૂજા કરવાવાળા વ્યક્તિ ને શનિ ના દોષ થી બચી શકાય છે.

હનુમાનજી ની પૂજા થી શનિદેવ પ્રસન્ન થાય છે, આ સબંધ માં ઘણી પૌરાણિક કથાઓ પ્રચલિત છે. શનિ અને હનુમાનજી થી જોડાયેલી માન્યતાઓ પર આધારિત એક મંદિર ગુજરાત માં ભાવનગર ની પાસે સારંગપુર નું એક પ્રાચીન મંદિર છે. તેને કષ્ટભંજન હનુમાનજી મંદિર કહેવામાં આવે છે. આ મંદિર ની ખાસ વાત છે કે આ મંદિર માં હનુમાનજી સાથે શનિ દેવ સ્ત્રી સ્વરૂપ માં બિરાજમાન છે. શનિદેવ હનુમાનજી ના ચરણો માં બેઠા છે.

માન્યતા અનુસાર પ્રાચીન સમય માં શનિદેવ નો પ્રકોપ ખુબજ વધી ગયો હતો. શનિ ના પ્રકોપ ના કારણે બધાજ લોકો ને દુઃખ તેમજ મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો હતો. શનિ થી બચવા માટે લોકો એ હનુમાનજી ને પ્રાર્થના કરી. ભક્તો ની પ્રાર્થના સાંભળીને હનુમાનજી શનિદેવ પર ક્રોધિત થયા અને તેને દંડ આપવાનો નિર્ણય કર્યો. જયારે શનિ દેવ ને આ વાત ની જાણ થઇ ત્યારે તે ખુબજ ડરી ગયા અને હનુમાનજી ના ક્રોધ થી બચવા માટે ઉપાય શોધવા લાગ્યા.શનિદેવ ને એ વાત ની જાણ હતી કે હનુમાનજી બાલ બ્રહ્મચારી છે અને તે સ્ત્રી ઓ પર હાથ નહિ ઉપાડે. એટલા માટે હનુમાનજી ના ક્રોધ થી બચવા માટે તેને સ્ત્રી નું રૂપ ધારણ કર્યું અને હનુમાનજી ના ચરણો માં પાડીને ક્ષમા માંગવા લાગ્યા. ક્ષમા મળ્યા પછી શનિદેવ એ હનુમાનજી ને કહ્યું કે તમારા ભક્તો ને શનિ દોષ નહિ લાગે. આ મંદિર માં આ પ્રસંગ ના કારણે શનિદેવ ને સ્ત્રી સ્વરૂપ માં પૂજવામાં આવે છે. ભક્તો ના કષ્ટો નું નિવારણ કરવા માટે હનુમાનજી ના આ મંદિર ને કષ્ટભંજન ના નામ થી ઓળખવામાં આવે છે.


જો કોઈ ના કંડલી માં શનિ દોષ હોઈ તો કષ્ટભંજન હનુમાનજી ના દર્શન અને પૂજા અર્ચના કરવાથી બધાજ દોષ પૂર્ણ થાય છે. આ કારણો સર આ મંદિર માં વર્ષભર ભક્તો ની ભીડ લાગી રહે છે.

સારંગપુર માં કષ્ટભંજન હનુમાનજી નું પરિસર ખુબજ વિશાળ છે. આ કોઈ કિલ્લા ના સમાન દેખાઈ છે. આ મંદિર પોતાની પૌરાણિક કથાઓ ની સાથે સાથે મંદિર ની સંદરતા અને મંદિર ની ભવ્યતા ના કારણે પ્રસિદ્ધ છે. કષ્ટભંજન હનુમાનજી સોનાના સિંહાસન ઉપર બિરાજમાન છે અને તેને મહારાજાધીરાજ ના નામ થી ઓળખવામાં આવે છે. હનુમાનજી ની પ્રતિમા ની આજુબાજુ વાનર સેના પણ જોવા મળે છે.

Post a comment

0 Comments