પતિ-પત્ની ખુબજ ગરીબી માં પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા, અચાનકજ પતિ ને એક ખજાનો મળી ગયો, ખુબજ ધન હોવા છતાં પણ પત્ની એ તે છોડી દીધું, ત્યારબાદ એક સાધારણ માણસ એ તેમને તેમની મોટી ભૂલ સમજાવી


એક ગામ માં ગરીબ પતિ પત્ની એક સાથે રહેતા હતા. તે બંને રાત દિવસ મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા. દિવસે તે ખેતી માં મજૂરી કરીને તેમજ સુકાયેલા લાકડા અને પાંદડા ભેગા કરીને તેને વેચીને પોતાના ખાવાનું કરતા હતા. પત્ની પોતાના જીવન માં ખુબજ ખુશ હતી. પરંતુ પતિ હંમેશા દુઃખી રહેતો હતો. તે પોતાના દોસ્ત તેમજ તેમના સબંધી નું જીવન જોઈને ખુબજ નિરાશ રહેતો હતો. તેમના મન માં વિચાર આવતો હતો કે તે આરામ થી જીવન વ્યતીત કરી રહ્યા છે.

અચાનક તે ખેડૂત ની કિસ્મત બદલી ગઈ.

એકવાર તે જંગલ માં લાકડા લેવા ગયો ત્યારે તેને એક જંગલ માં વચો વચ ગુફા જોવા મળી. ગુફા માં ઘણુંજ અંધારું હતું. તેને હિંમત રાખીને ગુફા માં પ્રવેશ કર્યો. જયારે તે ગુફા માં ગયો ત્યારે તેને એ જોઈને વિશ્વાસ ના થયો, કેમ કે ગુફાની અંદર ખજાનો હતો. તેણે તે ગુફા ને પથ્થર, માટી અને પાંદડા થી ઢાંકી દીધી.

ત્યાર બાદ તે બધોજ ખજાનો ધીમે ધીમે કરીને બળદગાડી થી તેમના ઘરે લઈને આવ્યો. તેની પત્ની તે ઘન જોઈને ખુશ થઇ ગઈ. જયારે તે ઘણુંબધું ઘન લઈને આવ્યો ત્યારે તેણે તેના પતિને રોક્યો. પત્ની એ કહ્યું કે આટલું બધું ધન ભેગું કરવું સારું નથી. આપણી પાસે એટલુંજ ધન રાખવું જોઈએ જેનાથી આપણું જીવન કપાઈ જાય.

પરંતુ તે કિસાન ને ધન ની લાલચ હતી. ખેડૂત એ નવું ઘર ખરીદી લીધું જ્યાં નોકર પણ કામ કરતા હતા. હવે તેનો બધોજ ખજાનો ઘરમાં સુરક્ષિત હતો. તેના ધનવાન થવાની વાત દૂર દૂર સુધી ફેલાઈ ગઈ. ઘણા લોકો તેની સાથે સબંધ બનાવીને આવવા લાગ્યા. પરંતુ ધનવાન થવાથી તેનામાં ઘણીબધી ખરાબ આદતો આવી ગઈ. તેના કારણે તેની પત્ની તેનાથી દૂર થઇ ગઈ. પરંતુ થઈને થોડું પણ દુઃખ ના થયું. દિવસ વધતા ની સાથે તેની ખરાબ આદતો વધતી ગઈ.

એક દિવસ તે અચાનક બીમાર થઇ ગયો. હવે તેને બધીજ નાની નાની વાતો પર નોકર ઉપર નિર્ભર રહેવું પડતું હતું. જયારે તે સારો થયો ત્યારે નગર ફરવા માટે નીકળ્યો. તેને નક્કી કર્યું કે તે પોતાનો વેશ બદલીને લોકોને મારા વિષે જાણવાની કોશિશ કરીશ. તે લોકો મારા વિષે શું વિચારી રહ્યા છે. તેને લોકો ને પૂછ્યું કે તે ધનવાન વ્યક્તિ વિષે શું વિચારે છે.

લોકો એ કહ્યું કે તે ખુબજ ખરાબ છે કેમ કે તે અમીર છે. પરંતુ તેની પાસે કોઈ પોતાનું નથી જે તેના ધન નો ફાયદો ઉઠાવી શકે. જયારે તે ગરીબી માં રહેતો હતો ત્યારે તેની પત્ની સાથે રહેતી હતી. પરંતુ તે હવે અમીર થઈ ગયો તો હવે તેની પત્ની પણ તેનાથી દૂર થઇ ગઈ. હવે તેને નાના નાના કામ માટે પણ નોકર પર નિર્ભર રહેવું પડે છે.

આ સાંભળીને તે ધનવાન વ્યક્તિને પોતાની ભૂલ સમજ માં આવી ગઈ. તે પોતાની પત્ની ના ઘરે ચાલ્યો ગયો અને તેણે કહ્યું કે હું મારુ ધન દાન માં આપી દઈશ. એવું કરીને તે પોતાની પત્નીને ઘરે લઈને આવ્યો. હવે તે જોઈતું ધન રાખીને બાકીનું ધન દાન માં આપી દીધું.

સીખ

આ કહાની પરથી આપણને એ સીખ મળે છે કે ધન ની આવશ્યકતા હોય છે. પરંતુ ધન થી વધુ મહત્વ સબંધ ને આપવું જોઈએ. પતિ અને પત્ની વચ્ચે પ્રેમ હોવો ખુબજ જરૂરી છે.

Post a comment

0 Comments