રાજા પોતાની પ્રજા નો હાલ જાણવા માટે રૂપ બદલીને નીકળ્યો, તેણે જોયું કે એક આદમી મજૂરો પાસે ભારે પથ્થર ઉઠાવરાવી રહ્યો છે, રાજા એ તે આદમી ને કહ્યું - તું મજુર ની મદદ કેમ નથી કરતો, તો આદમી


કોઈ રાજ્ય માં એક રાજા રાજ્ય કરતો હતો, જે ખુબજ દયાળુ હતો અને બધાજ લોકો ની મદદ કરતો હતો. રાજા પોતાની પ્રજા ની સુખ-દુઃખ જાણવા માટે હંમેશા ભેંશ બદલીને નગર માં નીકળતો હતો. અને કોઈ પણ વ્યક્તિ રાજા ને ઓળખી શકતું ન હતું. એક દિવસ જયારે રાજા નગર માં નીકળ્યો તો તેને જોયું કે થોડા મજૂરો એક મોટા પથ્થર ને ઉપાડી ને કોઈ બીજી જગ્યા એ લઇ જવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ તે મજૂરો તે પથ્થર ને ઉપાડી શકતા ન હતા, કેમ કે પથ્થર ખુબજ ભારે હતો.

રાજા એ જોયું કે એક આદમી મજૂરો ને પથ્થર ઉપાડવા માટે કહી રહ્યો છે. પરંતુ મદદ નથી કરી રહ્યો. તો રાજા એ તે આદમી પાસે જઈને કહ્યું કે જો તું પણ આ લોકો ની મદદ કરીશ તો તે લોકો સરળતાથી તે પથ્થર ને બીજી જગ્યા રાખી શકેશે. તો તે આદમી એ ઘમંડ થી કહ્યું કે હું બીજા પાસે કામ કરવું છું હું પોતે કામ નથી કરતો.

તે આદમી ની વાત સાંભળીને રાજા મજૂરો પાસે ગયા અને તેણે પથ્થર ઉઠવામાં મદદ કરી. થોડીજ વારમાં પથ્થર પોતાની નિચ્ચિત જગ્યા પર પહોંચી ગયો. ત્યારબાદ રાજા ત્યાંથી નીકળવા લાગ્યા તો તેણે તે આદમી ને કહ્યું કે જો તારે ભવિષ્યમાં ક્યારેય મજુર ની જરૂર પડે તો રાજ તાજમહલ માં આવી જજે.

આ સાંભળી ને તે વ્યક્તિ આશ્ચર્ય માં પડી ગયો અને તેણે રાજા તરફ એક નજરે જોયું તો તેને ખબર પડી ગઈ કે આ આપણા રાજા છે. ત્યાર બાદ તે વ્યક્તિ એ રાજા પાસે ક્ષમા માંગી તો રાજા એ તે વ્યક્તિ ને કહ્યું કે મદદ કરવાથી કોઈ વ્યક્તિ નાનું નથી થઇ જતું. જો તું મજૂરો ની મદદ કરીશ તો તે તારું સમ્માન કરશે. આદમી ને બધાજ સાથે નમ્ર અને સમ્માન ભર્યા વ્યવહાર થી વાત કરવી જોઈએ.

શીખ

ઘણા લોકો ઉચ્ચ પદ ઉપર હોય છે જે પોતાના થી નીચેના પદ ના લોકો સાથે સારી વ્યવહાર નથી કરતા. જો તમે કોઈ પણ ની મદદ કરશો અને તેમની સાથે સારો વર્તાવ કરશો તો તે તમારું સમ્માન પણ કરશે.

Post a comment

0 Comments