નાની ઉમર માં હાથ કપાઈ જવાથી આ છોકરો વગર હાથે લખે પણ છે અને પેન્ટિંગ પણ કરે છે.


આ છોકરાએ વગર હાથે લખી નાખી પોતાની કિસ્મત, 12 મણિ પરીક્ષા પણ આપી મોઢાથી પેન પકડી ને અને લાવ્યો 80 ટકા 

તમે સાંભળ્યું જ હશે કે જ્યાં હિમ્મત હોય છે ત્યાં વિજય નિશ્ચિત હોય છે. ઘણી વાર તમે સાંભળ્યું પણ હશે કે કયારેક કોઈ કામ કરવું હોય તો એ ભૂલી જવું પડે છે કે મારામાં કોઈ ખામી પણ છે અને હું આ કામ જરૂર થી કરી શકું જો તમે એવું વિચારો તો જીવન માં ક્યારેય પણ હાર નો સામનો નથી કરવો પડતો.


આજે આપણે એક એવા છોકરા વિષે વાત કરવા ના છીએ જેને પોતાની કિસ્મત હાથ પગ થી નહિ પરંતુ મોઢાથી લખી નાખી છે. ચાલો જાણીએ રજત વિષે જેના બંને હાથ નથી છતાં પણ ભણવા માં અને લખવા માં હંમેશા પ્રથમ જ આવે છે. રજત હિમાચલ ના એક નાના એવા ગામ કાની થી આવે છે તેના પિતા નું નામ જયરામ અને માતા નું નામ દિના કુમારી છે. 


રજત નીઓ સાથે 2009 માં એક અકસ્માત થયો હતો જેના કારણે તેને બંને હાથ ગુમાવવા પડ્યા હતા. તેના દાદી ના કહેવા અનુસાર તેને ભારે કરંટ લાગ્યો હતો જેના કારણે ડોક્ટરે તેના બંને હાથ કાપી નાખ્યા હતા. તેના પછી પણ રજત હિમ્મત ના હાર્યો અને પોતાને આગળ વધવાની પ્રેરણા અપાતો રહ્યો. રજત ક્યારેય પણ કોઈની મદદ નથી લેતો અને પોતાની જાતે જ બધા કામ કરવાની કોશિશ કરે છે. તેની માં કહે છે કે તે ખાલી ભણવામાં જ અહીં પરંતુ ફ્રી ટાઈમ માં તે પેન્ટિંગ પણ કરે છે. 


12 માં ના રિજલ્ટ થી થઇ રજત ની ઓળખાણ:

હાલ માં જ લેવાયેલી 12 માં ધોરણ ની પરીક્ષા માં રજત ના 80.85% આવ્યા જે સાધારણ છોકરા કરતા ઘણા વધારે હતા. સ્કૂલ ના લોકો પણ રજત ની તારીફ કરી રહ્યં છે અને કહી રહ્યા છે કે રજત પોતાના માં જ કૈક અલગ છે. કેટલાક લોકો તેના બંને હાથ ના હોવાથી તેને કમજોર સાંજે પણ તેને પરીક્ષા માં સાબિત કરી દીધું કે તે કમજોર નથી અને તેના પરિવાર વાળા રિજલ્ટ જોઈને ઘણા ખુશ છે. 

પેન્ટિંગ નો પણ શોખ છે રજતને:

રાજતે પોતાની પ્રતિભાને આગળ વધારતા પેન્ટિંગ માં પણ રસ રાખ્યો છે અને ફોટા માં બતાય છે તેમ તેની કળાકરી નું પ્રદર્શન પણ ખુબ સરસ રીતે કર્યું છે. રજત આગળ જઈ ને પોતાનું નામ રોશન કરશે કારણ કે જે લોકો હિમ્મત નથી હારતા તે જિંદગી માં ઘણા પ્રગતિ કરે છે. 


આજે રાજતે પોતાના માટે એક ખુબ સરસ વાત કહી છે કે કોઈ તેને એ કહે તે પસંદ નથી કે તેને હાથ નથી તો તે કઈ કામ નહિ કરી શકે અથવા તો બીજું કઈ નહિ કરી શકે પરંતુ તે બધા જ કામ પોતાની જાતે કરવા પસંદ કરે છે. રજત ના શિક્ષક પણ કહે છે કે રજત નો વ્યવહાર અને નેચર એટલા સારા છે કે તેની સાથે વાત કરવાનું મન થયા કરે અને તે વાતો પણ ખુબજ સરસ કરે છે.

Post a comment

0 Comments