શું તમે જાણો છો 100 rs માં તમે દુનિયા ભર માં થી શું ખરીદી શકો છો.?

Gujarati Article

દુનિયાભર માં અલગ અલગ દેશ માં અલગ અલગ ચલણ છે જેમાં કોઈ દેશ નું ચલણ મજબૂત છે તો કોઈક નું કમજોર હોય છે વાત જો આપણા ભારત દેશ ની આવે તો અહીંયા ચલણ રૂપિયો છે.અને એક અમેરિકન ડોલર બરાબર ભારત ના 70 રૂપિયા જેટલું થાય છે.આખા વિશ્વ માં આવા 180 ચલણ છે.

જેવી રીતે રૂપિયો ડોલર કરતા કમજોર છે તે રીતે દુનિયા ના ઘણા દેશ ના ચલણ પણ રૂપિયા કરતા કમજોર છે.જેમ કે ભારત નો 1 રૂપિયા બરાબર કોરિયા ના  16 કોરિયન વોન થાય.તેવી રીતે ઈરાન એક એવો દેશ છે જ્યાં 100 રૂપિયા બરાબર 62000 ઈરાની રીયલ થાય.

આ જાણકારી જાણી ને કદાચ આશ્વર્ય થાય પરંતુ આવા ઘણા દેશ છે જ્યાં ભારત ના 100 રૂપિયા થી ઘણું બધું ખરીદી શકો છો.એટલા માટે આજે અમે તમને 100 રૂપિયા થી તમે દુનિયાભર માંથી શું ખરીદી શકો એ જણાવીશુ.


Gujarati Article


આમ જોઈએ તો દુનિયા ના ઘણા એવા દેશ છે જ્યાં થોડા પૈસે પણ અમિર ની જેમ તમે રહી શકો છો.વિયેતનામ એક એવો દેશ છે જ્યાં બિયર પીવા ના શોખીનો માટે ફક્ત 25 રૂપિયા માં સારી એવી બિયર ખરીદી શકાય છે.ભારત માં જ્યાં તમે 25 રૂપિયા માં પાણી ની બોટલ ખરીદો છો પરંતુ વિયેતનામ માં 25 રૂપિયા માં બિઅર ની બોટલ ખરીદી શકો છો.

જો તમે વગર વીસા એ બીજા દેશ માં જવા માંગો છો તો નેપાળ એક શ્રેષ્ઠ જગ્યા છે જ્યાં આપડા 100 રૂપિયા બરાબર ત્યાંના 160 રૂપિયા થાય છે. નેપાળ એક એવી જગ્યા છે જ્યાં વિદેશ થી લાખો પ્રવાસી ફરવા માટે દર વર્ષે આવે છે. નેપાળ માં 60 થી 80 રૂપિયા સુધી માં ત્યાંની ફેમસ દાળ ભાત ની ડીશ ખાઈ શકો છો જયારે અહીંયા તમે તે ડીશ માટે 300 રૂપિયા સુધી ચૂકવવા પડી શકે  છે.

Gujarati Article


બ્રેડ ખરીદવા માટે ટ્યૂનિશિયા એક શ્રેષ્ઠ દેશ છે.આપણા 1 રૂપિયા બરાબર ટ્યૂનિશિયા ના 27 દીનાર થાયછે પરંતુ ત્યાં તમે 5 થી 8 રૂપિયા માં સારું બ્રેડ નું પેકેટ ખરીદી શકો છો.અહીંયા બિસ્કિટ નું 10 રૂપિયા વાળું પેકેટ તમે ટ્યૂનિશિયા માં 2 રૂપિયા માં ખરીદી શકો છો.

Gujarati Article


જો તમે બસ કે ગાડી માં ફરવા ના શોખીન છો તો ઈરાન એક શ્રેષ્ઠ જગ્યા છે કારણ કે ત્યાં ફક્ત 4 થી 5 રૂપિયા માં દૂર સુધી સફર કરી શકો છો કારણ કે ત્યાં પેટ્રોલ અને ડિઝલ ના ભાવ ઘણા સસ્તા છે.

Gujarati Article


જો તમે મોંઘા માં મોંઘા ફાઈવ સ્ટાર હોટેલ માં રેહવા માંગો છો તો કંબોડીયા તેના માટે સારો વિકલ્પ છે. જો તમે ત્યાં ના પ્રસિદ્ધ ગેસ્ટ હોઉસ માં પણ રાત્રી રોકાણ કરશો તો પણ 60 રૂપિયા જેટલો જ ખર્ચ થશે અને મોંઘા માં મોંઘી બિઅર 20 રૂપિયા માં ખરીદી શકો છો.

દક્ષિણ અમેરિકા સ્થિત પેરૂગ્વે દેશ પણ અહીંના મુકાબલે ઘણો સસ્તો દેશ છે અહીંયા તમારે 150 થી 200 રૂપિયા માં રાત્રી રોકાણ થઇ શકે છે.અહીંયા ભારત ના 200 રૂપિયા બરાબર 16000 ગુરાની થાય છે.તમે અહીંયા સારા માં સારી રીતે ઓછા ખર્ચે મજા માણી શકો છો.

Post a comment

0 Comments