એ જવાન ના રોલ માં દેખાશે વરુણ ધવન, જેને માર્યા પછી દુશ્મનો એ પણ કર્યું હતું સલામ


નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ અંધાધુન ના ડાયરેક્ટર શ્રીરામ રાઘવન ની આગળની ફિલ્મ આવી રહી છે. નામ હજુ પણ ખબર નથી પડી, કેમ કે કોઈ કહાની નહિ પરંતુ આ સત્ય છે. આ ફિલ્મ સૌથી ઓછી ઉમર 21 વર્ષ માં પરમવીર ચક્ર થી સમ્માનિત આર્મી મેન અરુણ ખેત્રપાલ ની જિંદગી પર નિર્ધારિત છે. આ ફિલ્મ માં અરુણ ખેત્રપાલ નો રોલ વરુણ ધવન કરવા જઈ રહ્યો છે. વરુણ અને શ્રીરામ આના પહેલા બદલાપૂર જેવી ફિલ્મ પર સાથ કામ કરી ચૂકેલા છે. અરુણ ખેત્રપાલ ની કહાની એટલી રસપ્રદ છે કે સાંભળતા થ્રિલ જેવી ફિલિંગ આવે છે.

અરુણ ખેત્રપાલ ની કહાની

14 ઓક્ટોબર 1950 માં પુણે માં જન્મેલા અરુણ ખેત્રપાલ ની શરૂવાત નું ભણતર સનાવર ના મશહૂર લોરેન્સ સ્કૂલ માં થઇ. ત્યારબાદ તેણે એનડીએ જોઈન કર્યું. 1971 માં ત્યાંથી પાસ થઈને તેણે ટ્રેનિંગ માટે ઇન્ડિયન મિલેટ્રી એકેડમી જોઈન કરી. પરંતુ આ સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ નો સમય શરુ થઇ ચુક્યો હતો. મિલેટ્રી એકેડમી ના ટ્રેની અફસરો ને રેજિમેન્ટ માં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ લિસ્ટ માં અરુણ ખેત્રપાલ નું નામ પણ હતું. અરુણ ની કમીશનીગ 17 પુના હોર્સ રેજિમેન્ટ માં થઇ. પરંતુ અરુણ ની ટ્રેનિંગ હજુ સુધી પૂર્ણ થઇ ન હતી.એટલા માટે કમાંડર હનુત સિંહ એ તેમને લડાઈ માં મોકલવા માટે ના કહી. ઘણા મનાવ્યા પછી તે અંતે માની ગયા. પરંતુ તેમને યુદ્ધ માં અરુણ ની મદદ માટે પોતાના અનુભવી સુબેદાર નંદ સિંહ ને તેમની સાથે મોકલ્યા.

ખબર મળી કે શક્કરગઢ વિસ્તાર માં પાકિસ્તાન ટેન્કર જમા થયા. કોઈ મોટા હુમલા ની તૈયારી કરી રહ્યા છે. ભારતીય સેનાએ ને આ હુમલા ને નાકામ કરવાનો હતો. નહીંતર ભારે નુકશાન  થઇ શકે તેમ હતું. ઇન્ડિયન આર્મી એ પણ બેંકની લગાવવાનું શરૂ કરી દીધું અને શકરગઢ તરફ વધવાનું શરુ કરી દીધું 17 હોર્સ રેજીમેન્ટ ની એકટીવા ત્યાં તૈયાર થઈ ચૂકી હતી પરંતુ પાકિસ્તાન તરફથી થઇ રહેલ હુમલા વચ્ચે તે તેમના કમાન્ડર ને વધુ ટેન્ક ની માંગ કરી મદદ માટે થોડા સિનિયર્સની સાથે અરુણ ખેત્રપાલ પોતાની ટેન્ક લઈને આગળ વધ્યા. થોડા જ સમયમાં પાકિસ્તાનની ઘણી ટેન્ક ને તોડી નાખવામાં આવી હતી, પરંતુ પાકિસ્તાન નું પ્લાનિંગ ખૂબ જ સારું હતું તેમના ટેન્ક મેદાનમાં પાછા આવી ગયા અને તેમનું પરિણામ ભારતીય સેનાને ભોગવવું પડ્યું. આપણી ટેંક પર ગોળા વરસવા લાગ્યા અને ટેન્ક બરબાદ થતાં ગયા. એક ગોળો અરુણ ખેત્રપાલ ટેન્ક પર પણ લાગ્યો. આ હુમલામાં સૌથી પહેલું મૃત્યુ થયું રેડિયો ઓપરેટર નંદ સિંહનું. હવે, બેંકમાં અરુણ ની સાથે ડ્રાઇવર પ્રયાગ સિંહ અને ગનર નથુ સિંહ વધ્યા હતા.


ગોળો વાગ્યા ના કારણે અરુણ ની ટેન્કમાં આગ લાગી ચૂકી હતી. રેડિયો ઉપર આદેશ આવ્યો હતો કે અરૂણ ટેન્ક માંથી બહાર નીકળી જાઓ. અરુણ એ જવાબ આપ્યો "હું મારું ટેન્ક નહીં છોડુ કેમકે મારી બંદૂક હજી ચાલી રહી છે" ત્યારબાદ અરુણ એ પોતાનો રેડિયો બંધ કરી દીધો. તે પાછા ફરવાની જગ્યા એ પાકિસ્તાનની ટેન્કને ખદેડવા લાગ્યા. આ દરમિયાન તેમણે દુશ્મનના ચાર ટેન્ક ને ઠેકાણે લગાવી દીધા. પરંતુ હવે અરુણ ના ટેન્ક એ પણ કામ કરવાનું બંધ કરી દીધું હતું. મેદાનમાં તેમની સામે ફક્ત બીજું એક ટેન્ક વધ્યું હતું. તે પાકિસ્તાન ના સ્કોર્ડ નું ટેન્ક હતું. અરુણે ફાયર કરી દીધું પરંતુ એટલામાં સામેથી પણ એક ગોળો આવ્યો અને અરુણ ની ટેન્કને લાગ્યો. પાકિસ્તાની સ્કોર્ડ એ તો ટેન્ક માંથી કૂદીને પોતાની જાન બચાવી લીધી. પરંતુ અરુણ ટેન્ક માંથી ના નીકળ્યા અને અરુણ ખેત્રપાલ શહીદ થઈ ચૂક્યા હતા.

હવે પાકિસ્તાન શકરગઢ માં આગળ વધી શકે તેમ ન હતા કેમ કે તેમના ટેન્ક બરબાદ થઈ ચૂક્યા હતા. અને બીજી બાજુએ પાકિસ્તાન નો તે વિસ્તાર માં આગળ વધવા ની બધી જ પ્લાનિંગ અને સ્ટ્રેટેજી ત્યાં ને ત્યાં નષ્ટ થઈ ચૂકી હતી. 2001માં જ્યારે અરુણ ના પિતા ગામ સરગોઢા (પાકિસ્તાન) ગયા. ત્યાં પાકિસ્તાનના એક બ્રિગેડિયર એ તેમની મેજબાની કરી બ્રિગેડિયર ખેત્રપાલ ને તે ગામમાં ફેરવ્યા અને તેમના ઘરે પણ તેમને લઈ ગયા. ત્યારબાદ તેમણે કહ્યું કે તેજ તે વ્યક્તિ છે જેનાથી તેમના દીકરા નું મૃત્યુ થયું છે. ટેન્ક થી કુદિયા તે પાકિસ્તાની સ્કોર્ડ બ્રિગેડિયર ખ્વાજા મોહમ્મદ નાસર હતા. બ્રિગેડિયર નાસર એ અરુણ ખેત્રપાલ ના જજબા અને હિંમત ને સલામ કરતા પિતા ખેત્રપાલ ની સામે આ વાતને સ્વીકારી.

યુદ્ધમાં મારું ખેત્રપાલ ની આ બહાદુરી માટે તેમના મૃત્યુ પછી તેમને સર્વોચ્ચ વીરતા પુરસ્કાર પરમવીર ચક્ર થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે આ પુરસ્કાર મેળવનાર સૌથી ઓછી ઉંમરના જવાના હતા. જ્યારે અરુણ શહીદ થયા ત્યારે તેમની ઉંમર ફક્ત 21 વર્ષ હતી.

Post a comment

0 Comments