જાણો વિશ્વ ના સૌથી મોટા શિવલિંગ વિષે


આ પોસ્ટ માં આજે આપણે વાત કરીશું વિશ્વ ના સવથી મોટા શિવ લિંગ વિશે. તો ચાલો જાણીએ વિશ્વ ના સવથી મોટા શિવ લિંગ વિષે.

આજે આપને જે શિવ લિંગ વિષે વાત કર્યે છીએ એ શિવ લિંગ એકજ પથ્થર માંથી બનાવામાં આવેલા શિવલિંગ છે. ભોજપુર, મધ્યપ્રદેશ થી 45 કિલોમીટર થી દુર રાયસન જીલ્લા થી માં વેત્ર વતી નદી ના કિનારે આવેલું છે આ મંદિર.

પ્રાચીન ભારત માં બનાવેલું આ મંદિર ઉતર ભારત નું સોમનાથ પણ કહેવામાં આવે છે. ગામ ની બાજુમાં આવેલ પહાડ ઉપર એક વિશાળ શિવ મંદિર છે. તે નગર અને મદિર ની સ્થાપના ધાર ના પ્રસિદ્ધ પરમાર રાજા ભોજે કરી હતી. તે મંદિર ને ભોજેશ્વર મદિર અથવા તો ભોજપુર મદિર પણ કહેવામાં આવે છે. આ મંદિર પૂર્ણ રૂપ થી તૈયાર થઈ શક્યું નથી. તેનો ચબુતરો ખુબજ ઉપર છે અને તેના ગર્ભ ગ્રહ માં એક શિવ લિંગ છે. જેના લિંગ ની ઉચાઈ 3.85 મીટર છે.

ભારત ના બધાજ મંદિર માં આવેલા શિવ લિંગ કરતા સવથી મોટી શિવ લિંગ માનવામાં આવે છે. આ શિવલિંગ એકજ પથ્થર માંથી નિર્માણ કરવામાં આવ્યું છે.


  • પુરા શિવલિંગ ની લંબાઈ : 5.5 મીટર
  • વ્યાસ : 2.3 મીટર
  • ફક્ત લિંગ ની લંબાઈ : 3.85 મીટર

આનું નિર્માણ અધૂરું કેમ રાખવામાં આવ્યું તેની સંપૂર્ણ માહિતી તો નથી પરંતુ એવું કહેવામાં આવે છેકે આ મંદિર ને એકજ રાત માં નિર્માણ કરવાનું હતું પરંતુ છત નું કામ પૂર્ણ થયા પહેલાજ સવાર થઈ ગઈ હતી એટલે કામ અધૂરું રહી ગયું. આમાં 40 ફૂટ ઉચાઈ વાળા ચાર સ્થંભ છે. અધુરી બનેલી છત ફક્ત 4 સ્થંભો ઉપરજ રહેલી છે. ભોજપુર શિવ મંદિર ની સામે પશ્ચિમ દિશામાં એક ગુફા છે જેને પાર્વતી ગુફા ના નામ થી ઓળખાય છે. આ ગુફામાં પુરાતન તાત્વિક મહત્વ ની ઘણી મૂર્તિ પણ છે.

આજે આપને વાત કરી એકજ પથ્થર ઉપર બનેલી સવથી મોટી શિવ લિંગ વિષે તમને આ માહિતી કેવી લાગી આમને તમારો અભિપ્રાય કમેન્ટ જરૂરથી આપો.

Post a comment

0 Comments