એક દિવસ રસ્તા ઉપર સીમકાર્ડ વેચાતો છોકરો આજે છે 6000 કરોડ ની કંપની નો માલિક

ritesh agarwal oyo

આજે ઓયો રૂમ નામ ની કંપની ની શરૂઆત કરનાર રિતેશ અગરવાલ ઘણા મોટા મોટા બિઝનેસમેન તથા ઘણી કંપની ને પણ વિચારવા ઉપર મજબુર કરી દીધા છે. ઓયો રૂમ કંપની નું કામ ટ્રાવેલર્સ ને સસ્તા ભાવ માં રૂમ આપવાનું અને સુવિધા આપવાનું છે. આજે ઓયો રૂમ ની સર્વિસ દેશ ના ઘણા શહેર માં ઉપલબ્ધ થઇ ગઈ છે અને હજુ પણ તેનો વિસ્તાર મોટો થઇ રહ્યો છે.

આ કંપની શરૂઆત રિતેશે માત્ર 17 વર્ષ ની ઉમર માં જ કરી હતી જે આજે લગભગ 6000 કરોડ ની કંપની બની ચુકી છે.


હમણાજ જાપાન ની સોફ્ટબેન્ક કંપની એ $250 કરોડ નું રોકાણ ઓયો રૂમ માં કર્યું જે ફ્લિપકાર્ટ બાદ બીજું સૌથી વધારે રોકાણ મેળવનારી કંપની છે. કંપની ની શરૂઆત રિતેશે 17 વર્ષ ની ઉંમરે એન્જિનિરીંગ છોડી ને કરી હતી.

આ કંપની તેને કોઈની પણ મદદ મેળવ્યા વગર ચાલુ કરી હતી અને આજે માત્ર 6 વર્ષ માં જ 6000 કરોડ ની કંપની બની ચુકી છે અને ઓયો રૂમ એ હાલ એશિયા ની સૌથી મોટી હોટેલ ચેઇન કંપની બની ચુકી છે.


રિતેશ નો જન્મ ઓડિસા ના વિષમ કટમ ગામ માં થયો છે. એક ઇન્ટરવ્યૂ માં તેમણે કહ્યું હતું કે શરૂઆત ના દિવસો માં તેની પાસે ભાડા ના પણ પૈસા ના હતા અને તેને સ્ટેશન માં રાત પણ વિતાવેલી છે. અને તેને રસ્તા પર સીમકાર્ડ પણ વેચેલા છે.રિતેશ શરૂઆત થી જ બિલગેટ્સ, સ્ટીવજોબ્સ, અને માર્ક ઝુકરબર્ગ થી ઇન્સ્પાયર હતા અને વેદાંતા ના અગ્રવાલ તેના આદર્શ છે.

Post a comment

0 Comments