મહાભારત ના યુદ્ધ માં ભગવાન કૃષ્ણ એ અર્જુન ને 4 વાર બચાવ્યો હતો જાણો તમે પણ


જેવું કે તમને ખબર છે કે ભગવાન શ્રી કૃષ્ણ એ મુસ્કેલ પરીસ્થિત માં પાંડવો ની રક્ષા હમેશા કરી હતી. એજ પ્રકારે મહાભારત ના યુદ્ધ માં ભગવાન શ્રી કૃષ્ણ એ 4 વાર અર્જુન ના પ્રાણ ની રક્ષા પણ કરી હતી. શ્રી કૃષ્ણ અર્જુન ના સારથી ના રૂપ માં બિરાજમાન હતા. તો ચાલો જાણીએ ભગવાન શ્રી કૃષ્ણ એ કઈ રીતે બચાવ્યો હતો અર્જુન ને.

1 યુદ્ધ માં જો બર્બરિક એ ભાગ લીધો હોત તો અર્જુનજ નહિ પરંતુ યુધ્ધમાં ભાગ લેનાર એક પણ યોદ્ધા ના બચત. આ કારણ એ ભગવાન શ્રી કૃષ્ણ એ બર્બરિત નું મસ્તક ભેટ તરીકે માંગી લીધું હતું અને બધાના પ્રાણ ની રક્ષા કરી હતી.

2 યુદ્ધ માં કર્ણ અને અર્જુન એક બીજાના પ્રાણ ના શત્રુ બન્યા હતા. ત્યારે કર્ણ એ સર્પમખાસ્ત્ર બાણ નો પ્રયોગ અર્જુન ઉપર કર્યો હતો. ત્યારેજ તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ એ રથ નું પૈડું થોડું નીચે જુકાવી દીધું હતું અને આ બાણ અર્જુન ના મુકુટ ને અડીને નીકળી ગયું હતું.

3 કર્ણ પાસે અમોધ અસ્ત્ર હતું જે ઇન્દ્ર એ કર્ણ ને આપ્યું હતું. કર્ણ એ તેને અર્જુનના પ્રાણ માટે બચાવીને રાખ્યું હતું પરંતુ યુદ્ધ માં પરીસ્થિત કઈક એવી બની કે કર્ણ આ અમોધ બાણ નો પ્રયોગ ધટોત્કચ ઉપર કરવો પડ્યો અને અર્જુન આ પ્રહાર થી બચી ગયો.

4 યુદ્ધ ના અંત માં કૃષ્ણ એ સવથી પહેલા અર્જુન ને રથ ઉપરથી ઉતરવાનું કહ્યું. બીજા દિવસો માં ભગવાન શ્રી કૃષ્ણ પહેલા ઉતાર્યા કરતા હતા. અર્જુન ના રથ ઉપર થી ઉતર્યા પછી જેવાજ શ્રી કૃષ્ણ રથ ઉપર તી ઉતર્યા તરતજ રથ એક વિસ્ફોટ સાથે સળગી ઉઠ્યું. કૃષ્ણ એ અર્જુન ને કહ્યું કે આ રથ કર્ણ ના પ્રહાર ના કારણે પહેલેથીજ સળગી ચુક્યું હતું પરંતુ આ રથ ને મેં મારી સંકલ્પ શક્તિ થી બાંધી ને રાખ્યું હતું.

Post a comment

0 Comments