Kitchen Tips : રસોઈઘર ની 10 ટીપ્સ અજમાવી જુવો

Kitchen Tips In Gujarati

Kitchen Tips In Gujarati : દોસ્ત શાક ને લગતી 10 ટીપ્સ વિષે આજે આપણે જાણીશું, આ ટીપ્સ ને ફોલો કરીને શાક બનાવવું આસન હશે ને સ્વાદીસ્ટ બનવું પાન આસન થઈ જશે તો ચાલો જાણીએ.

1 લીલી શાકભાજી નો રંગ જો બનાવી રાખવો હોઈ તો તેમાં દૂધ ના 2 ટીપા નાખવા થી શાક બન્યા પછી પણ લીલુજ રહે છે.

2 શાક માં થોડી ખાંડ નાખાવથી શાક પોતાના રંગ માંજ રહે છે.

3 શાક ને તળતા પહેલા એમાં તેલ અથવા તો ઘીના છાટા નાખવાથી શાક સ્વાદીસ્ટ થઈ છે.

4 જો શાક નો રસો ખાટો થઈ જાય તો તેમાં એક ચમચી ખાંડ નાખવાથી ખાટો થયેલ રસો ઠીક થઈ જાય છે.

5 જો તમારા શાક માં મરચું જાજુ થઈ ગયું હોય તો તેમાં ઘી, માખણ અથવા તો મલાઈ, દહીં અથવાતો ક્રીમ ભેળવીને શાક ની તીખાશ ને ઓછી કરી શકાય છે.

6 જો ચાને રાત્રે પલળવાનું ભૂલી ગયા હોવ તો કુકર માં નાખતા પહેલા પપિયા ના કાચા ટુકડા ને સાથે નાખીને ઉકાળવામાં આવે તો તે ચણા જલ્દી થી ગળી જશે.

7 જયારે ભરેલું શાક કરો  છો ત્યારે તેમાં મગફળી ના દાણા નાખવાથી શાક સ્વાદીસ્ટ થાય છે.

8 જયારે રસા વાળા શાક માં અથવા થો દાળ માં મીઠું વધી જાય ત્યારે તેમાં લોટ ની જીણી ગોળી બનાવીને ઉકાળીને કાઢી લેવાથી મીઠું ઓછું થઈ જાય છે. જો આવું કરવાથી પણ મીઠું ઓછું ના થયું હોય તો તેમાં બ્રેડ ના ટુકડા નાખીને ઉકાળી ને કાઢી લેવાથી તેમાં મીઠાનું પ્રમાણ ઓછું થઈ જાય છે.

9 જો રસા નો સ્વાદ વધારવો હોય તો તેમાં ડુંગળી, આદુ, લસણ અને બદામ નો ભુક્કો કરી પેસ્ટ બનાવી શાક માં નાખવાથી રસા નો સ્વાદ વધી જાય છે.

10 પનીર ને તળ્યા પછી તેને થોડો સમય ગરમ પાણી માં રાખો. પનીર નરમ પણ થાશે અને સ્વાદીસ્ટ પણ બનશે.

Post a comment

0 Comments