જાણો જાપાન ના લોકો નું લાંબી ઉમર નું રાજ

એવું માનવામાં આવે છે ટેક્નોલોજી અને સુવિધા ના કારણે આપણી જિંદગિ આસાન બની ગઈ છે ત્યાં બીજ બાજુ આના લીધે આપણી શારીરિક ક્ષમતા ઓછી થઇ ગઈ છે અને આપણું કામ રોબોટ અને રિમોટ ઉપર આધારિત થઇ ગયું છે. મોટાપા, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, હાર્ટઅટેક, કેન્સર જેવી બીમારી દુનિયા માં ઝડપથી ફેલાઈ રહી છે પરંતુ જાપાન ની વાત કરવામાં આવે તો તે ટેક્નોલોજી અને નવી શોધો માં દુનિયા માં અગ્રેસર દેશ છે છતાં પણ ત્યાંના લોકો નું આયુષ્ય સૌથી લાબું છે અને તે દુનિયા ના સૌથી સેહતમંદ દેશ ની શ્રેણી માં આવે છે અને લોકો ઘણું લાબું આયુષ્ય ભોગવે છે.


ચાલો આજે જાણીએ જાપાની લોકો નું સિક્રેટ જેના કારણે તે લોકો વગર બીમારીએ લાબું આયુષ્ય ભોગવે છે.

જાપાન માં ચા પીવાનું ચલણ ઘણું વધારે છે. ચા જાપાન નું મનપસંદ ડ્રિન્ક છે. સવાર થી લઇ ને સાંજ સુધી અને અલગ અલગ તહેવાર તથા પ્રસંગ પર અલગ અલગ પ્રકાર ન ચા પીવાનું ચલણ છે. ત્યાં લગભગ 100 થી વધારે પ્રકાર ની ચા નું ઉત્પાદન થાય છે અને સૌથી વધારે ત્યાં ગ્રીન ટી પીવાનું ચલણ છે. જાપાન ની ચા આપણી ચા કરતા ઘણી વધારે ફાયદાકારક અને ગુણવત્તા વાળી હોય છે કારણ કે આપણે જ્યાં ખાંડ અને દુધ નો વપરાશ કરીએ છીએ ત્યાં તે લોકો બીમારી દૂર રાખવા માટે ટ્રેડિશનલ ચા નો ઉપયોગ વધુ કરે છે. ચા ને પીવાની રીત અને બનાવની રીત પણ અલગ અલગ હોય છે.

જાપાની લોકો પગપાળા ચાલવાનું વધારે પસંદ કરે છે કારણ કે તે તેની જીવનધોરણ નો એક મહત્વ નો હિસ્સો માંને છે. અદભુત ટેક્નિક અને સુવિધા હોવા છતાં પણ ત્યાં ના લોકો પોતાની ખાનગી વાહન માં સફર કરવા કરતા સરકારી વાહન માં સફર કરવા નું વધારે માને છે કારણ કે બસ માં મુસાફરી કરવા માટે ચાલવું પણ પડે છે એની ટ્રેન માં પણ ક્યારેક ક્યારેક ઉભા ઉભા મુસાફરી કરવી પડે છે જે ના કારણે કસરત પણ થઇ જાય છે અને ભોજન પચાવવામાં પણ આસાની રહે છે તેવું માનવા વાળા લોકો જાજા છે.

જાપાન ના લોકો લાબું આયુષ્ય ભોગાવાવ માટે વધારે પ્રમાણ માં દરિયાઈ વનસ્પતિ અને સીફુડ નો વધારે આગ્રહ રાખે છે કારણ કે દરિયાઈ વનસ્પતિ માં જમીન ના શાકભાજી કરતા 10 ગણી વધારે પોષકતત્વો રહેલા હોય છે.

Post a comment

0 Comments