આ એક ફળ ના સેવન થી તમને મળી શકે છે હાડકા અને સાંધા ના દુખાવા માથી રાહત.

dragon Fruit

આજ ના સમય માં દરેક વ્યકતિ ઈચ્છે છે કે  તંદુરસ્ત રહે અને કોઈ પણ જાત ની બીમારી ના થાય તે માટે તે દરેક પ્રકાર ની કસરત કરે છે તથા પ્રોટીન અને પોશાક તતવો થી  ભરપૂર આહાર લે છે.આજે આ લેખ દ્વારા અમે તમને  એક એવું ફળ વિષે બતાવી શું જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને ઘણી બધી બીમારી દૂર કરે છે.એ ફળ નું નામ છે ડ્રેગન ફ્રૂટ.એમાં કેલેરી ની માત્રા ઓછા પ્રમાણ માં છે અને એન્ટીઓકસીડેન્ટ ની માત્ર પૂરક પ્રમાણ માં મળી રહે છે.

            ડ્રેગન ફ્રૂટ બહાર થી જોવામાં જેટલું કડક દેખાય છે તેટલુંજ અંદર થી નરમ અને મુલાયમ તથા સ્વાદિષ્ટ હોય છે.તેમાં પૂરતા પ્રમાણ માં પ્રોટીન ની માત્ર રહેલી છે જે તમને ઘણી બધી બીમારી થી રાહત આપે છે અને શરીર માં કોલેસ્ટ્રોલ નું પ્રમાણ પણ જાળવી રાખે છે.સાથે તે રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે અને બ્લડ શુગર ને કંટ્રોલ કરે છે તેમજ પાચન શક્તિ માં વધારો કરે છે તો આવો જાણીએ ડ્રેગન ફ્રૂટ ના ફાયદા વિશે.

હાડકા અને સાંધા ના દર્દ માં રાહત:

dragon Fruit

                  જો તમે ડ્રેગન ફ્રૂટ નું સેવન કરો છો તો તમને હાડકા અને સાંધા ના દર્દ માં રાહત મળે છે કારણ કે તેમા કેલ્શિયમ ની ભરપૂર માત્ર છે અને સાથે સાથે દાંત અને જડબા ને પણ મજબૂત બનાવે છે.

વાળ માટે  છે ફાયદાકારક


             જો તમે ડ્રેગન ફ્રૂટ નું નિયમિત સેવન કરો છો તો તેનાથી તમારા વાળ સ્વસ્થ અને મજબૂત બને છે.ઘણી વાર એવું બને છે કે લોકો વાળ ને સુંદર દેખાડવા માટે આર્ટિફિશિયલ કલર વાળ માં લગાડે છે જેનાથી તેમાં રહેલું કેમિકલ વાળ ને નુકશાન કરે છે તો ડ્રેગન ફ્રૂટ ના સેવન થી તમારા વાળ સ્વસ્થ અને કુદરતી સુંદર દેખાય છે.

હ્રદય માટે પણ છે ફાયદાકારક


dragon Fruit


ડ્રેગન ફ્રૂટ થી હૃદય ને લગતી બીમારી દૂર થાય છે કારણ કે તે શરીર માં કોલેસ્ટ્રોલ ની માત્ર ને નિયંત્રણ માં રાખે છે અને ધમની તથા નસ માં કોલેસ્ટ્રોલ જમા થવા દેતું નથી અને બ્લોક થવાથી રોકે છે તથા હુમલા અને સ્ટ્રોક જેવી બીમારી દૂર કરે છે.

ચામડી માટે પણ છે ફાયદાકારક


                 ડ્રેગન ફ્રૂટ માં રહેલા એન્ટીઓક્સીડેન્ટ ના કારણે શરીર ના મુકત કણ ના હાનિકારક પ્રભાવ ને રોકે છે અને ઉમર ની અસર ને ઓછી કરે છે તથા ચામડી ને મુલાયમ અને સુંદર બનાવે છે.

Post a comment

0 Comments