ગરમ દૂધ ની સાથે ગોળ ખાવાના અદભુત ફાયદા વિષે જાણો


હેલ્થ એક્સપર્ટ નું કેહવું છે કે જો તમને ગળ્યું ખાવાનું મન થાય તો ખાંડ કે મધ ની જગ્યાએ ગોળ ખાવો જોઈએ, જે શરીર માટે ઘણો ફાયદા કારક છે. પરંતુ જો તમે ગોળ ને ગરમ દૂધ સાથે લ્યો તો વધારે ફાયદાકારક છે. દૂધ માં રહેલ કેલ્શિયમ અને ગોળ માં રહેલ આર્યન માંસપેશી ને મજબૂત બનાવે છે અને સાંધા ના દુખાવામાં પણ રાહત થાય છે.

દૂધ અને ગોળ પાચન ક્રિયા ને મજબૂત બનાવે છે જે ખાવાને પચાવે છે અને ગેસ ની સમસ્યાથી રાહત મળે છે.રોજ રાતે સુતા પેહલા દૂધ ની સાથે ગોળ ભેળવીને પીવું જોઈએ.

હવામાં જયારે પ્રદુષણ વધે અને ઓક્સીજન ની કમી મેહસૂસ થાય ત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને આસ્થમાં ના દર્દી ને સમસ્યા થાય છે. જે લોકો ને અસ્થમા ની તકલીફ રેહતી હોય તે લોકો માટે તો દૂધ અને ગોળ વરદાન સમાન છે.સાંધા ના દુખાવા વાળા લોકો પણ આનો ઉપયોગ કરી શકે છે.

દૂધ માં વિટામિન D અને કેલ્શિયમ હોય છે તથા ગોળ માં આર્યન ભરપૂર  હોય છે તથા ગોળ કેમિકલ ફ્રી પ્રોસેસ થી બનાવેલ હોય છે તેટલા માટે ખાંડ કરતા વધારે ફાયદાકારક છે તેટલા માટે રોજ રાતે દૂધ ની સાથે ગોળ મિક્ષ કરીને પીવો સ્વાસ્થય  માટે ફાયદાકારક છે.

Post a comment

0 Comments