ચા ના કારણે આ મહિલા બની ગઈ કરોડપતિ


કોફી ને પસંદ કરનારો દેશ અમેરિકા માં ચા ને એટલી પસંદ કરવામાં આવી રહી છે કે એક મહિલા તેને વેચીને કરોડપતિ બની ગઈ છે. અમેરિકા ની રહેનાર બ્રુક એડી ભારત ની દેશી ચા ને પોતાના દેશ માં જઈને વેચીને ખુબ કમાણી કરી રહી છે. તેમની કંપની ભક્તિ ચા એટલે કે બી કોર્પ ની બ્રાન્ડ વેલ્યુ આજે 45.5 કરોડ ની છે.

અમેરિકા ની કોલોરાડો ની રહેનાર બ્રુક એડી આદુ વાળી ચા નો બિજનેસ કરી રહી છે. તેને અમેરિકા માં ચા વાળી પણ કહેવામાં આવે છે. એડી વર્ષ 2002 માં ભારત આવી હતી. જયારે તેણે પેહલી વાર આદુ વાળી ચા નો સ્વાદ ચાખ્યો હતો ત્યારે તેણે આ ખુબજ પસંદ કર્યો હતો.

ત્યારબાદ તે ફરી કોલોરોડા પહોંચી અને ત્યાં તેણે ઘણી જગ્યા પર ચા પીધી અને આવો સ્વાદ શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ ભારત જેવી ચા નો સ્વાદ તેને ક્યાંય પણ ના મળ્યો. ત્યાર બાદ તેણે પોતેજ ચા બનાવવા નો નિર્ણય લીધો.

વર્ષ 2006 માં એડી એ પોતાની કાર માં આદુ વળી ચા વેચવાની શરુ કરી. તે ચા બનાવીને પોતાની કાર માં રાખતી અને પછી અલગ અલગ જગ્યા એ તેમને વેચતી. લોકો ને આદુ વળી ચા ખુબજ પસંદ આવવા લાગી. પછી એડી એ વર્ષ 2007 માં પોતાની કંપની શરુ કરી અને એક વેબસાઈટ બનાવી જેથી વધુ થી વધુ લોકો સુધી જોડાઈ શકે.

એક વર્ષ પછી એડી એ પોતાના બિજનેસ માટે પોતાની નૌકરી છોડી દીધી. એક વર્ષ માં કંપની ને સારું એવું રોકાણ પણ મળ્યું. આજે એડી ની કંપની ની કિંમત 45.5 કરોડ થી પણ વધુ છે. એડી ની ચા ની શોપ પર તમને આદુ થી લઈને બધાજ સ્વાદ વાળી ચા મળી જશે.

Post a comment

0 Comments