પુરી દુનિયામાં એકમાત્ર મંદિર જ્યાં થાય છે બ્રહ્માજી ની પૂજા, જાણો ક્યાં અને કેમ નથી થતી બ્રહ્મા દેવ ની પૂજા


તમે લોકો એ જાણતા હશો કે હિન્દૂ ધર્મ માં ત્રણ દેવતાઓ નો મુખ્ય રૂપ થી ઉલ્લેખ કરવામાં આવે છે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્મા જી એ આ સૃષ્ટિ ની રચના કરી, વિષ્ણુ ભગવાન જીવો ના પાલનહાર છે અને ભગવાન શિવ ને બધા જીવો ના સંહારક કહેવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે કોઈ પણ મંદિર માં બ્રહ્માજી ની પૂજા થતી નથી અને તેમનું શું કારણ છે.

જોઈએ તો પુરી દુનિયામાં એક એવું મંદિર છે અને આ મંદિર રાજસ્થાન ના પુષ્કર માં સ્થિત છે જ્યાં બ્રહ્મા દેવ ની પૂજા થાય છે. તેમના સિવાય પુરી દુનિયામાં કોઈ પણ જગ્યા એ બ્રહ્મા દેવ ની પૂજા કરવામાં આવતી નથી.


શા માટે નથી કરવામાં આવતી બ્રહ્મા ની પૂજા?

પજ્ઞ પુરાણ ના અનુસાર એક વાર વ્રજનાશ રાક્ષસ એ ધરતી પર ઉત્પાત મચાવ્યો હતો. તેમના અત્યાચાર થી તંગ આવીને બ્રહ્મા દેવ એ તેમનો વધ કર્યો હતો. પરંતુ વધ કરવા દરમિયાન બ્રહ્માજી નાથ થી ત્રણ જગ્યા પર ત્રણ કમલ ના પુષ્પ પડી ગયા અને ત્યાં ત્રણ તળાવ બની ગયા. આ રીતે તે જગ્યા નું નામ પુષ્કર પડી ગયું.


આ ઘટના પછી બ્રહ્મા દેવ એ સંસાર ની ભલાઈ માટે યજ્ઞ કરવાનો નિર્ણય કર્યો પરંતુ કોઈ કારણ એ સાવિત્રીજી ત્યાં સમય થી પહોંચી ના શક્યા. પરંતુ તે યજ્ઞ માં બ્રહ્માજી ની પત્ની ની સાથે હોવું જરૂરી હતું, એટલા માટે બ્રહ્માજી એ ગુર્જર સમુદાય ની એક કન્યા સાથે વિવાહ કરીને તેમની સાથે યજ્ઞ શરુ કરી દીધો. જયારે સાવિત્રીજી ત્યાં પહોંચ્યા અને તેણે બાજુમાં બેસેલી બીજી કન્યા ને બેસેલી જોઈ તો તેમને બ્રહ્માજી ને શ્રાપ આપી દીધો.


તેમને બ્રહ્માજી ને શ્રાપ આપ્યો કે દેવતા હોવા છતાં પણ તમારી ક્યારેય પણ પૂજા કરવામાં નહિ આવે. સાવિત્રીજી પાસે થી બધા લોકો એ શ્રાપ પાછો લેવાનું કહ્યું પરંતુ એક વાર શ્રાપ આપીને પાછો ના લઇ શકે, તો સાવિત્રીજી એ કહ્યું કે ધરતી પર ફક્ત પુષ્કર માં જ તમારી પૂજા થશે.

મંદિર નો ઇતિહાસ


હૈરાન ની વાત એ પણ છે કે ક્યાંય પણ એ વાત ની ખબર નથી કે આ મંદિર નું નિર્માણ ક્યારે થયું અને કોણે કર્યું. પરંતુ એવું કહેવામાં આવે છે કે લગભગ એક હજાર થી પણ વધુ વર્ષ પહેલા અરણ્ય વંશ ના શાશક ને એક સપનું આવ્યું હતું. જેમાં તેને એ કહેવામાં આવ્યું કે અહીં પર એક મંદિર છે જેને સારી રીતે સાર સંભાળ ની જરૂર છે. ત્યારે તે રાજાએ તે મંદિર ના ઢાંચા ને ફરી થી ઠીક કર્યું.

આ છે દર્શન કરવાનો સૌથી સારો સમય


જો તમે પણ અહીં આવવા માટે વિચારી રહ્યા છો તો તમને કહી દઈએ કે પુરાણો ના અનુસાર અહીં પર કાર્તિક પૂર્ણિમા ના દિવસે બ્રહ્માજી એ યજ્ઞ કર્યો હતો એટલા માટે હર વર્ષે તે સમય પુષ્કર માં એક ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં દૂર દૂર થી હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે.

Post a comment

0 Comments