હવે નાસ્તા માં બનાવો જલ્દી થી સ્વાદિષ્ટ ક્રિસ્પી બેબી કોર્ન

રોજે લોકોને નવું નવું ખાવાની અને ચટપટું ખાવાની ઈચ્છા થતી હોય છે. ક્રિસ્પી બેબીકોર્ન બનાવવું ખુબજ સરળ છે. જલ્દી થી બની પણ જાય છે. તમે તેને નાસ્તામાં, સ્ટાર્ટર તરીકે પણ શકો છો. ખુબજ સારી વાત એ છે કે તે જલ્દી થી બની જાય છે. તો ચાલો જાણીએ ક્રિસ્પી બેબી કોર્ન ની સરળ રેસિપી વિષે.

સામગ્રી

2 નાની ચમચી કોર્ન ફ્લોર
1/4 કપ મેંદો
1/2 ટેબલ સ્પૂન મરી પાવડર
200 ગ્રામ બેબી કોર્ન
2 લીલી મરચી કાપેલી
2-3 બ્રેડ નો ભુક્કો
લાલ મરચું પાવડર જરુરીયા પ્રમાણે
તેલ તળવા માટે 
નમક સ્વાદાનુસાર

રીત


સૌથી પહેલા તેને બનાવવા માટે એક બાઉલ માં કોર્ન ફ્લોર અને મેંદા ને સારી રીતે મિક્ષ કરો. મિક્ષ થયા પછી તેમાં થોડી પાણી ઉમેરો અને થોડો સમય સુધી તેને મિક્ષ કરતા રહો. ધ્યાન રાખવું કે તે જાજો પાતળો કે જાડો ના રહી જાય એટલા માટે મીડીયમ રહે તે રીતે પાણી એડ કરવું.

કોર્ન ફ્લોર અને મેંદો મિક્ષ થઇ જાય પછી તેમાં લાલ મરચું પાવડર(જરૂરિયાત પ્રમાણે), નમક, મરી ની પેસ્ટ બનાવી ને તેમાં મિક્ષ કરો. હવે બેબી કોર્ન ને કાપીને ટુકડા કરીલો. તેને ગરમ પાણીમાં નાખીને ઉકાળી પણ શકો છો.

કાપેલા બેબી કોર્ન ને તૈયાર કરેલ પેસ્ટ માં સરખી રીતે ડુબાડીને ત્યાર બાદ બ્રેડ નો તૈયાર કરેલા ભૂકામાં ડુબાડી હાથ વડે સરખી રીતે લગાવો. બધાજ ટુકડામાં આ રીતે લાગી ગયા પછી. પેન માં તેલ લઈને તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો.

તૈયાર છે તમારું ક્રિસ્પી બેબી કોર્ન. તેને ગરમા ગરમ ચટણી અથવાતો સોસ સાથે સર્વ કરી શકો છો.

Post a comment

0 Comments