તિરુપતિ બાલાજી માં લોકો કેમ વાળ મૂકી ને આવે છે, જાણો તિરૂપતિ બાલજી વિષે 5 રોચક વાત


આપણા દેશ ભારત માં ઘણા મંદિર આવેલા છે ત્યાંજ બધા મંદિર નું અલગ અલગ મહત્ત્વ છે. પરંતું તિરૂપતિ બાલાજી આખી દુનિયા માં વિશ્વ પ્રસિદ્ધ છે. આ તિરૂપતિ મંદિર આંધ્રપ્રદેશ ના ચિતુર જિલ્લા માં આવેલું છે. તમને જણાવી દઈએ કે આપડા દેશ માં જેટલા મંદિર છે તેમાં તિરૂપતિ મંદિર ને સૌથી ધનિક માનવા માં આવે છે કારણ કે આ મંદિર માં કરોડો રૂપિયા નું દાન પ્રતિ દિવસ આવે છે.


તમને જણાવી દઈએ કે આ મંદિર ભગવાન વિષ્ણુ નું સ્વરૂપ છે. આ મંદિર ની સદીઓ થી માન્યતા રહેલી છે કે જે અહીંયા સાચા મન થી સંકલ્પ કરે છે તેના બધા દુઃખ અને કષ્ટ દૂર થઈ જાય છે. જે ભક્ત અહીંયા આવે છે તે પોતાના વાળ અહીંયા મૂકી ને જાય છે. એવી માન્યતા છે કે અહીંયા વાળ મૂકી ને જવાથી બધા પાપ અને બુરાઈ ની નાશ થાય છે.


અહીંયા ભગવાન વિષ્ણુ ઉપર તુલસી ના પાન ચડાવવા ની માન્યતા છે. અહીંયા તુલસી ના પાન ચડાવી ને તેને મંદિર ના પરિસર માં આવેલા કુવા માં નાખી દેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુ ને તુલસી ના પાન પ્રિય છે માટે દરરોજ તુલસી ના પાન પૂજા માં ચઢાવવા માં આવે છે.


તિરૂપતિ ભગવાન બાલાજી નું મંદિર મેરુપર્વત ના સપ્ત શિખર ઉપર સ્થિત છે. આ મેરુ પર્વત ને શેષ નાગ નું પ્રતીક માનવ માં આવે છે. સાથે આ પર્વત ને શેષાચલ નું નામ આપવા માં આવે છે. આ પર્વત ના સાત શિખર ને સાત ફેન નું સ્વરૂપ માનવ માં આવે છે જેનું નામ આ પ્રકારે છે -

-શેષાદ્રી
-નીલાદ્રી
-ગરુડાદ્રિ
-અંજન્દ્રી
-વૃષ્ટદ્રિ
-નારાયણાદ્રિ
-વેંકટાદ્રિ

આ મંદિર નારાયણાદ્રિ શિખર ઉપર સ્થિત છે માટે બાલાજી ભગવાન ને વેંકટેશ્વર પણ કહેવામાં આવે છે.

તિરૂપતિ બાલાજી મંદિર માં જે મૂર્તિ સ્થાપિત છે આ મૂર્તિ વિષે એવી માન્યાત છે કે આ મૂર્તિ જમીનમાંથી પ્રગટ થઇ છે. અહીંયા વેંકટાચલ પર્વત ને પણ ભગવાન નું રૂપ માનવા માં આવે છે માટે જ અહીંયા આવવા વાળા બધા ભક્ત ઉઘાડા પગે દર્શન કરવા આવે છે.


ભગવાન બાલાજી ના દર્શન પહેલા કેટલાક નિયમો નું પાલન કરવા માં આવે છે જેમ કે પહેલા કપિલ તીર્થ ઉપર સ્નાન કરવા માં આવે છે અને તેના દર્શન કરવા માં આવે છે અને ત્યારબાદ વેંકટાચલ પર્વત ઉપર જઈને બાલાજી ભગવાન ના દર્શન કરવા માં આવે છે. અને અંત માં પદ્માવતી દેવી ના દર્શન કરવા ની માન્યતા છે અને એવું કરવાથી ભક્તો ની દરેક મનોકામના પુરી થાય છે. 

Post a comment

0 Comments