તિરૂપતિ બાલાજી ના રહસ્યો જે તમને આશ્વર્ય ચકિત કરી દેશેભગવાન માં આસ્થા રાખવા વાળા લોકો માટે તિરૂપતિ બાલાલજી ના દર્શન એક સ્વપ્ન સમાન છે. ઘણા લોકો તો તિરૂપતિ બાલાજી ના દર્શન વર્ષ માં એક વખત તો કરતા જ હશે. પરંતુ જો તમે લોકો પણ તિરૂપતિ બાલાજી ના દર્શન ની ઈચ્છા રાખો છો તો આ પોસ્ટ તમારા માટે છે. આ પોસ્ટ માં અમે તમને તિરૂપતિ બાલાજી ના એવા રહસ્યો તથા તથ્યો વિષે બતાવી શું જેનાથી તમે આજ સુધી અજાણ હતા.

આંધ્રપ્રદેશ ના તિરુમાલા સ્થિત બાલાજી મંદિર માં ચડાવેલા ફૂલ ને ના જોવાની માન્યતા છે. મંદિર માં જાઓ ત્યારે ધ્યાન થી જોવા જેવી વસ્તુ એ છે કે પૂજારી જયારે અર્પણ કરેલા ફૂલ લે છે ત્યારે તે પાછળ ની તરફ ફેંકે છે અને ત્યાર બાદ તે પાછળ ફરી ને ક્યારેય પણ ફૂલ ને જોતા નથી.

બુધવાર ના દિવસે બાલાજી ના શરીર પાર ચંદન નો લેપ લગાવામાં આવે છે અને કહેવાય છે કે જયારે લેપ હટાવ માં આવે ત્યારે તેના પર લક્ષ્મીજી ના ચિન્હ દેખાય છે.

તિરૂપતિ બાલાજી ના મંદિરે એક દીવો ઘી તથા તેલ વગર પ્રજ્વલિત છે આજ સુધી કોઈને પણ ખબર નથી કે  એ દીવો કોને અને ક્યારે પ્રજ્વલિત કર્યો હતો.

અર્પણ કરેલા તુલસી તથા ફૂલ ભક્તો ને પાંછા નથી આપવામાં આવતા તથા તેને કુવા માં નાખી દેવામાં આવે છે.

બાલાજી ભગવાન ના દર્શન જયારે ગર્ભ ગૃહ માંથી કરવા માં આવે છે ત્યારે ત્યારે એવું પ્રતીત થાય છે કે વિગ્રહ ગર્ભ ગૃહ ના મધ્ય માં સ્થિત છે  પછી ખબર પડે છે કે તે ડાબી બાજુ સ્થિત છે.

કહેવાય છે કે બાલાજી ના વિગ્રહ ઉપર જે વાળ છે તે સાચા છે અને હંમેશા મુલાયમ અને સુલઝેલા જ રહે છે.

Post a comment

0 Comments