ખુબજ અનોખું છે આ પંચમુખી શિવલિંગ, એક દિવસ માં બદલે છે 3 વાર રંગ


કૈમુર ના મુંડેશ્વરી મંદિર માં ગર્ભગૃહ માં સ્થાપિત પંચમુખી શિવલિંગ પોતાના માં જ અકીક અલગ છે. શિવલિંગ વિષે કહેવાય છે કે સવારે,બપોરે અને સાંજે એમ ત્રણ વાર પોતાનો રંગ બદલે છે. શ્રદ્ધાળુ ની આ શિવલિંગ માં ખૂબ જ શ્રદ્ધા છે. આખો શ્રાવણ મહિનો શ્રદ્ધાળુ અહીંયા શિવલિંગ ઉપર અભિષેક કરવા આવે છે. 


શ્રાવણ ના સોમવારે તો નજારો જ કૈક અલગ હોય છે. શ્રાવણ ના સોમવારે મંદિર ના પૂજારી દ્વારા પંચમુખી શિવલિંગ ને સવારે શૃંગાર કરી ને રુદ્રાભિષેક કરવામાં આવે છે. 

માં મુંડેશ્વરી ધામ દેશ ના પ્રાચીન શક્તિપીઠ માંથી એક છે. 


માં મુંડેશ્વરી નું મંદિર ભગવાનપુર ના અંચલ ના પવરા પહાડ ઉપર 608 ફૂટ ની ઊંચાઈ ઉપર છે. આ પ્રાચીન મંદિર પુરાતત્વ માટે જ નહિ પરંતુ આસ્થા નું જાગતું પ્રતીક પણ છે. 

માં મુંડેશ્વરી મંદિર માં બલી ની અનોખી પ્રથા પણ છે. અહીંયા મંત્ર બોલી ને બકરા ની બાલી ચડાવવામાં આવે છે. પૂજારી માં ના ચરણો માં અક્ષત ચડાવી ને પશુ ઉપર ફેંકે છે અને પશુ બેભાન થઇ જાય છે. ત્યારે મણિ લેવા માં આવે છે કે બાલી ની પ્રક્રિયા પુરી થાય ગઈ અને ત્યારબાદ પશુ ને છોડી મુકવા માં આવે છે. 


માં મુંડેશ્વરી મંદિર માં એક પંચમુખી શિવલિંગ પણ છે અને તેના વિષે કહેવાય છે કે તે ત્રણે સમય પોતાનો રંગ બદલે છે. વર્ષો પછી મંદિર માં ચોખા નો ભોગ ચડાવવાની પરંપરા ફરી વાર ચાલુ કરવા માં આવી છે. કહેવાય છે કે ઈસ્વીસન 108 માં આ પરંપરા ચાલુ કરવા માં આવી હતી. 

શ્રાવણ,નવરાત્રી,નવુવાર્ષ,શિવરાત્રી અને રામનવમી ના દિવસો માં અહીંયા શ્રદ્ધાળુ ની સંખ્યા ઘણી વધી જાય છે. અહીંયા નવરાત્રી નો મેળો પણ ભરાય છે.

Post a comment

0 Comments