શિરડી સાઈ બાબા જ્યાં કડવો લીમડો પણ આપે છે મીઠાશ જાણો વાતો


સાઈ બાબા જેને આપણે ભારતીય ગુરુ, યોગી, સંત અને ફકીર માનીએ છીએ. પરંતુ સાઈ બાબા કોણ છે ક્યાં જન્મ થયો હતો અને ક્યાંથી આવ્યા હતા તે જવાબ કોઈ ની પાસે નહિ હોય.

સાઈ બાબા ના માતા પિતા કોણ હતા એ આજ સુધી કોઈ ને ખબર નથી. સાઈ બાબા ના એક ભક્ત નું કહેવું હતું કે સાઈ બાબા નો જન્મ 28 સપ્ટેમ્બર 1836 માં થયો હતો એટલા માટે હર વર્ષ 28 સપ્ટેમ્બર એ સાઈ બાબા નો જન્મોત્સવ માનવામાં આવે છે.

ફકીર થી સંત બનવા સુધી ની કહાની

સાઈ બાબા વિષે આવું માનવામાં આવે છે કે 1854 માં પહેલી વખત સાઈ બાબા શિરડી માં જોવા મળ્યા હતા. એ વખતે બાબા ની ઉમર 16 વર્ષ જેટલી હતી અને તે લીમડાના વૃક્ષ નીચે સમાધિ માં મગ્ન હતા. લોકો એ પહેલી વાર આવું જોયું હતું કે કોઈ બાળ યોગી આટલી નાની ઉમર માં ઠંડી-ગરમી ભૂખ તરસ ને સહન કરીને આટલી કઢીન તપસ્યા માં બેઠા જોઈ બધાજ અસ્ચાર્યમાં હતા.

કઈ રીતે પડ્યું સાઈ નામ

એક વખત સાઈ બાબા કોઈ ને કીધા વગર શિરડી ચાલ્યા ગયા. ત્યાર બાદ ઘણા વર્ષો પછી પાછા ફરવાથી ખંડોબા મંદિર ના પુજારી એ સાઈ બાબા ને જોઈ ને કહ્યું “આઓ સાઈ” ત્યાર થી લઈ ને આજ સુધી બધા સાઈ ના નામથી ઓળખે છે.

સાઈ બાબા નું શરુવાતી જીવન

શરૂવાત માં જયારે સાઈ બાબા શિરડી આવ્યા હતા ત્યારે લોકો તેને પાગલ સમજતા હતા પરંતુ ધીમે ધીમે શક્તિ અને ગુણો જાણી ને તેના ભક્તો ની સખ્યા ઘણી વધી ગઈ. તે શિરડીમાં ફક્ત 5 પરીવાર પાસેથી જ દિવસભર માં ભિક્ષા માંગતા હતા. જે ભિક્ષા મળતી તે કુતરા, બિલાડી, પંખી પણ સંકોચ વગર ખાતા હતા ત્યાર પછી જે કઈ વધતું તે ભક્તો ની સાથે ખાતા હતા.

શિરડી સાઈ બાબા કે ચમત્કાર

સાઈ બાબા એ તેના જીવન કાળ માં ઘણા બધા ચમત્કાર દેખાડ્યા જેનાથી એવું માનવામાં આવે છે કે તે ઈશ્વર નો અંશ છે. સાઈ બાબા જે લીમડાના વૃક્ષ નીચે બેસતા હતા તે લીમડાના પાન ખાઈ ને લોકો આશ્ચર્ય માં પડી જતા હતા કે તે લીમડાના પાન કડવાની જગ્યા પર મીઠા હતા. એવું ,માનવામાં આવે છે કે તે લીમડાના પાન સાઈ બાબા જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી કડવા હતા ત્યાર પછી તે લીમડાના પાન મીઠા થઈ ગયા.

Post a comment

0 Comments