કેમ અચાનક બંધ કરવો પડ્યો હતો ભારત નો સૌથી લોકપ્રિય ટી.વી શો ,કારણ જાણી ને તમને પણ લાગશે નવાઈ!ભારત ના ઇતિહાસ માં અત્યાર સુધી માં જો કોઈ લોકપ્રિય ટી.વી શો માં નો એક હોય તો તે શક્તિમાન છે.જયારે ટી.વી ચેનલ એટલા બધા આધુનિક ન હતા તથા કાર્ટૂન પણ એટલા બધા નતા  ચાલતા ત્યારે દૂરદર્શન ઉપર એક માત્ર શો શક્તિમાન જ એવો શો હતો જે બાળકો ની સાથે મોટી ઉમર ના લોકો માં પણ લોકપ્રિય હતો.પરંતુ ઘણા વર્ષો બાદ અચાનક આ શો ને 2005 માં બંધ કરી દેવામાં આવ્યો.


આજે લોકો આ શો ના બંધ થવા પાછળ ના ઘણા કારણો બતાવે છે પરંતુ એક એવું કારણ છે જેને લોકો આ શો બંધ થવા પાછળ ગણાવે છે.આ ટી.વી શો એટલો ફેમસ હતો કે નાના છોકરાઓ આ શો ને જોયા વગર કઈ કામ પણ ના કરતા અને શો ની પાસે ઘણી એવી ફરિયાદ આવવા મંડી હતી કે બાળકો તેના સ્ટંટ ઘરે કરવા લાગયા હતા.

ઘણા વર્ષો પછી જયારે ચેનલ આધુનિક થવા મંડી ત્યારે દૂરદર્શન નો દબદબો ઘટવા માંડ્યો અને તેની ટીઆરપી ઘણી નીચે આવવા માંડી.કેટલીય ચેનલે ફેમસ ટી.વી શો ચાલુ કર્યા અને કાર્ટૂન ચેનલ પણ આવી ગઈ જે શક્તિમાન કરતા વધારે લોકપ્રિય થવા માંડી.


તે સમયે ચેનલે આ શો ને ચાલુ રાખવા માટે ઘણો ખર્ચો કરવા મંડ્યો અને ચેનલ ને ખોટ આવવા માંડી હતી અને છેલ્લે આ શો ને બંધ કરી દેવામાં આવ્યો.પરંતુ તે સમય માં મુકેશ ખન્ના ની લોકપ્રિયતા એટલી હદે હતી કે બૉલીવુડ ના સ્ટાર ને પણ સારી એવી ટક્કર અપાતા હતા.

Post a comment

0 Comments