પોતાની રાશિ અનુસાર કરો રુદ્રાક્ષ ને ધારણ જાણી લો


રુદ્રાક્ષ ને હિન્દૂ શાસ્ત્રો માં ખુબજ પવિત્ર માનવામાં આવે છે. રુદ્ર અને અક્ષ આ બંને શબ્દો મળીને બને છે  રુદ્રાક્ષ. હિન્દૂ ધર્મ માં એવી માન્યતા છે કે શિવ ભગવાન ના આંસુઓ થી રુદ્રાક્ષ ના વૃક્ષ ની ઉત્ત્પત્તિ થઇ છે.

એવું કહેવામાં આવે છે કે જો રુદ્રાક્ષ ને રાશિ ના અનુસાર ધારણ કરવામાં આવે તો આ જીવન માં ઘણુંજ પરિવર્તન લાવે છે. એટલા માટે આજે અમે તમને કહેવા જય રહ્યા છીએ કે વ્યવસાય માં સફળતા પ્રાપ્ત કરવા માટે તમારે કયો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ.


1 મેષ રાશિ નો સ્વામી મંગલ હોઈ છે તથા મંગલ સાહસ અને વીરતા નો કારક છે. સાથેજ મંગલ ના પ્રભાવ માં જાતક અડીયલ તેમજ ગુસ્સા વાળા બની જાય છે. એટલા માટે મેષ રાશિ ના જાતકો એ ત્રણ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી લાભ થાય છે.

2 પોતાના લક્ષ ને મેળવવા માટે વૃષભ રાશિ ના લોકો ઘણીજ મહેનત કરે છે. વૃષભ રાશિ નો સ્વામી શુક્ર દેવ છે જે એશ્વર્ય અને ભૌતિક સુખ પ્રદાન કરે છે. આ રાશિ ના લોકો ને 6 મુખી તેમજ 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવા થી લાભ થાય છે.


3 મિથુન રાશિ નો સ્વામી બુધ છે અને બુધ એ બુદ્ધિ નો કારક માનવામાં આવે છે. મીઠું રાશિ ના લોકો પરિવર્તન અને ગતિશીલ સ્વભાવ ના હોય છે. એટલા માટે આ રાશિ ના જાતકો ને સફળતા અને ધન પ્રાપ્તિ માટે 4 તેમજ 11 મુખી રુદ્રાક્ષ ને ધારણ કરવો જોઈએ.

4 કર્ક રાશિ નો સ્વામી ચંદ્રમા હોય છે, જે મન નું કારક છે. ચંદ્રમા મન ને સ્થિર પ્રદાન કરે છે. આ લોકો પોતાના કાર્ય ને પુરી નિપુણતા થી કરે છે. એટલા માટે તેને સફળતા પ્રાપ્ત કરવા માટે આ લકો એ 4 મુખી અથવા ગોરી શંકર રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ.

5 સિંહ રાશિ નો સ્વામી સૂર્ય હોય છે. સૂર્ય ને સફળતા નો કારક માનવામાં આવે છે તથા સિંહ રાશિ ને જાતકો એ 5 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ.

6 કન્યા રાશિ નો સ્વામી બુધ ગ્રહ હોય છે. બુધ ગ્રહ ના શુભ પ્રભાવ માં જાતક બુદ્ધિમાન બને છે. કન્યા રાશિ ના જાતકો એ ગોરી શંકર રુદ્રાક્ષ ધારણ કરવાથી વધુ લાભ થાય છે.


7 તુલા રાશિ ના લોકો બધાજ નિર્ણય પહેલા ખુબજ વિચાર કરે છે. આ રાશિ નો સ્વામી શુક્ર હોય છે જે ભૌતિક સુખ પ્રદાન કરે છે. એટલા માટે આ રાશિ ના જાતકો એ ગણેશ રુદ્રાક્ષ પહેરવાથી સર્વસુખ પ્રાપ્ત થાય છે.

8 વૃષિક રાશિ ના લોકો ખુબજ બુદ્ધિમાન હોય છે અને આ રાશિ નો સ્વામી મંગલ ગ્રહ હોય છે જે ખુબજ આક્રમક હોય છે એટલા માટે વૃષિક રાશિ ના લોકો 8 તેમજ 13 મુખી રુદ્રાક્ષ ને ધારણ કરવાથી લાભ થાય છે.

9 ધનુ રાશિ નો સ્વામી બૃહસ્પતિ છે અને આ રાશિ ના લોકો સાહસી અને ઉગ્ર સ્વભાવ ના હોય છે. જીવન ની વિપત્તિયોં ને ટાળવા માટે ધનુ રાશિ જાતકો એ 9 મુખી તેમજ 1 મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ.

10 મકર રાશિ નો સ્વામી શનિ દેવ માનવામાં આવે છે. મકર રાશિ ના જાતકો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે 13 મુખી તેમજ 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ.


11 કુંભ રાશિ પર શનિ દેવ ની કૃપા વરસે છે. કુંભ રાશિ ના લોકો ખુબજ મોટા ને ઉંચા સપના જોવે છે. આ રાશિ ના જાતકો માટે 7 મુખી રુદ્રાક્ષ ખુબજ ફાયદાકારક હોય છે.

12 મીન રાશિ નો સ્વામી બૃહસ્પતિ છે. આ રાશિ ના જાતકો નું સ્વાસ્થ્ય થોડા થોડા સમય પર ખરાબ રહે છે. એટલા માટે આ રાશિ ના લોકો એ 5 મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ.

Post a comment

0 Comments