જાણો ઘરમાં પૂજાનું સ્થાન કઈ બાજુએ હોવું જોઈએ


જયારે આપણે કોઈ નવું મકાન અથવા તો ઘર ને બદલીએ છીએ તો ત્યારે ઘણી ઉત્સાહ સાથે આપણે પૂજા નું સ્થાન બનાવીએ છીએ. પરંતુ આપણે વસ્તુ ના જ્ઞાન ના અભાવ ના કારણે પૂજાનું સ્થાન કોઈ પણ જગ્યા એ પસંદ કરી લઈએ છીએ, અથવા તો ગમે તે દિશા માં પસંદ કરી લઈએ છીએ જેના કારણે આપણા ઘરનું વાસ્તુ બગડી જતું હોઈ છે.


વાસ્તુ ના અભાવ ના કારણે ક્યારેક આપણે પારિવારિક જીવન માં થોડી સમસ્યા ઓ નો સામનો કરવો પડે છે, તો ચાલો જાણીએ થોડી વસ્તુ સબંધિત ટિપ્સ વિષે.


ઘરમાં પૂજાનું સ્થાન સ્થાપિત કરવા પહેલા દિશા નો ચુનાવ કરવો જોઈએ. પૂજા માટે સૌથી શુભ દિશા ઘરની ઉત્તર-પૂર્વ ખૂણો માનવામાં આવે છે, આ દિશા ને ઈશાન કોણ પણ કહેવામાં આવે છે.


ભગવાન શિવ ને આ દિશા ને પ્રમુખ દેવતા માનવામાં આવે છે. જો તમારું મકાન ગ્રાઉન્ડ ફ્લોર ની ઉપર પણ બનેલું હોઈ તો પણ તમારું પૂજાનું સ્થાન ત્યાંજ બનાવવું જોઈએ પરંતુ પૂજાના ઘર નો આકાર પિરામિડ જેવો હોવો જોઈએ. અને એ વાત નું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પૂજાઘર માં ખંડિત મૂર્તિ અથવાતો જુના મંદિર થી લાવેલી મૂર્તિ ના રાખવી જોઈએ અને મંદિર માં સાફ સફાઈ નું ધ્યાન રાખવું જોઈએ.


આ વાત નું વિશેષ રાખો કે પૂજાઘર ના બારી દરવાજા ઉત્તર પૂર્વ માં હોવા પણ શુભ માનવામાં આવે છે. પૂજાઘર માં ફર્શ સફેદ રંગ ના માર્બલ નું હોવું જોઈએ સાથે જ મંદિર ને બનાવવા માટે લાકડા અથવા સંગમરમર ના પથ્થર નો પ્રયોગ થયો હોવો જોઈએ. તેનો રંગ સફેદ, પીળો અને થોડો લીલો રંગ શુભ માનવામાં આવે છે. પૂજા ઘર માં ઘન અથવાતો ઘરેણાં છુપાવીને ના રાખવા જોઈએ.

Post a comment

0 Comments