8 વર્ષ નો છોકરો ને આવડે છે 106 ભાષા લખતા અને વાંચતા જાણો કેવી રીતે મેળવી આ મહારત


મિત્રો આજે ઈન્ટરનેટ આપણા દેશ માં ઘણું સસ્તું થઇ ચૂક્યું છે. માટે ઈન્ટરનેટ વાપરવા વાળા લોકો ની સંખ્યામાં ઘણો વધારો થઇ રહ્યો છે.

દેશ ના યુવાનો વગર કોઈ ઇન્સ્ટિટ્યૂટે ગયા વગર ઘરે બેઠા બેઠા જ જ્ઞાન મેળવી રહ્યા છે. એના ઉપર થી એ વાત તો સાબિત થાય છે કે તમે ઈન્ટરનેટ ની મદદ થી ઘરે બેઠા બેઠા ઘણું બધું શીખી શકો ચો જો તમારા માં શીખવાની ઈચ્છા હોય તો. આ વાત ની જીવતું જાગતું ઉદાહરણ આપણા દેશ નો ચેન્નાઇ માં રહેવા વાળો નીલ છે.


તમને એ જાણી ને આશ્વર્ય થશે કે નીલ અત્યારે ફક્ત 8 વર્ષ નો જ છે અને તે દેશ વિદેશ ની 106 ભાષા લખવા માં માહિર છે અને અત્યાર સુધી માં તે 50 ભાષા માં તો મહારત મેળવી ચુક્યો છે જેમાં ફ્રેન્ચ, ઇટાલિયન,અરબી જેવી મુશ્કેલ ભાષા પણ છે.


તમને જણાવી દઈએ કે નીલે આ ભાષા માં મહારત ઘરે બેઠા બેઠા જ મેળવી છે એ પણ યૂટ્યૂબ અને ઇન્ટરનેટ ની મદદથી જે બિરદાવવા લાયક છે. ઇન્ટરનૅશનલ ફોનેટીક આલ્ફાબેટ માં નીલે મહારત મેળવી લીધી છે. જણાવી દઈએ કે ઈન્ટરનેટ ફોનેટીક આલ્ફાબેટ ની મદદ થી કોઈ પણ ભાષા ના શબ્દ નો ઉચ્ચારણ બરાબર રીતે કરવા માટે શીખવા માં આવે છે.


નીલ ના પિતા વિજય શંકર ઠોંગુલુવા પોતાના દીકરા ની આ મહારત જોઈને ઘણો ગર્વ મહેસુસ કરે છે. શંકર જણાવે છે કે નીલ જયારે 6 વર્ષ નો હતો ત્યાર થી જ તેને અલગ અલગ ભાષા શીખવાની જીજ્ઞાશા હતી. ગયા વર્ષે તેને ઇનરનેટ ની મદદથી અલગ અલગ ભાષા વિષે માહિતી મેળવવાની ચાલુ કરી અને અત્યારે હાલ તે 100 થી વધુ ભાષા શીખી ચુક્યો છે.

Post a comment

0 Comments