એવા લોકો જેને પોતાની અબજો ની સંપત્તિ જુગાર માં ગુમાવી દીધી

એવા લોકો જેને પોતાની અબજો ની સંપત્તિ જુગાર માં ગુમાવી દીધી

દરેક વ્યક્તિ ને ઓછા માં ઓછા સમય માં જાજા પૈસા કમાઈ લેવા હોય છે. જેના માટે તે ઘણી વાર શૉર્ટકટ રસ્તો અપનાવે છે. કેટલાક ના માટે જુગાર એ સરળ રસ્તો છે પૈસા કમાવા માટે જુગાર માં કોઈ પણ ગમે ત્યારે અમિર બની જાય છે અથવા તો રસ્તા પર પણ આવી જાય છે પરંતુ અંતે તો કંગાળ જ બને છે. જુગાર એ કિસ્મત ને આધીન રમત છે ઘણા એવા લોકો છે જેને પોતાની અબજો રૂપિયા ની મિલકત ટૂંક સમય માં જુગાર માં વેડફી નાખી અને રાજા ભોજ માંથી  ગંગુ તેલી  જેવો ઘાટ થઇ ગયા ના દાખલા પણ છે તો ચાલોઆજે એવા લોકો વિષે થોડું જાણીએ.


રોબર્ટ મેક્સવેલ

              રોબર્ટ મેક્સવેલ એક સફળ ઉદ્યોગપતિ રહી ચુક્યા છે. તેના વિષે એવું કહેવામાં આવે છે કે તેને કેસિનો માં માત્ર 3 મિનિટ માં 15 કરોડ રૂપિયા હારિ ગયા હતા તેની આ હાર ને દુનિયા ની સૌથી મોટી અને ઝડપી હાર માનવામા માં આવે છે. રોબર્ટ મેક્સવેલ ઇંગ્લેન્ડ ની પાર્લામેન્ટ ના સદસ્ય પણ રહી ચુક્યા છે. જુગાર માં હાર પછી રોબેર્ટ એક સફળ ધંધા ની સ્થાપના કરી ને તેને અને તેના પરિવાર  ને ગરીબી માંથી બહાર કાઢયા હતા પરંતુ રોબર્ટ ના મૃત્યુ પછી તેના છોકરા કંપની  ને સાંભળવામાં અસમર્થ રહ્યાં અને પાછું બધું ગુમાવી દીધુ.

કેરી પેકર

            લાસ વેગાસ સ્થિત એક કસીનો માં કેરી પેકરે માત્ર 3 દિવસ માં 1000 કરોડ રૂપિયા હારિ ગયા હતા. લાસ વેગાસ માં કોઈ પણ વ્યકતિ દ્વારા જુગાર માં હારવામાં આવેલી આ સૌથી મોટી રકમ હતી. કેરી પેકર ઓસ્ટ્રેલિયા ના બીઝનેસમેન હતા અને એવું પેહલી વાર ના હતું કે કેરી પેકર જુગાર માં હાર્યા હોય તેના પેહલા પણ તેને છેલ્લા 6 મહિના માં 2100 કરોડ રૂપિયા તો ગુમાવ્યા જ હતા. આટલી મોટી હાર છતાં તેને જાજો ફર્ક તો ના પડ્યો ત્યારે તેની સંપતિ 25000કરોડ રૂપિયા હતી પરંતુ ત્યાર બાદ તે ક્યારે પણ જુગાર રમવા માટે 1 રૂપિયો પણ ખર્ચ્યો નથી.

આર્ચિ કરચ

           1992 માં આર્ચિ લાસ વેગાસ માં ફક્ત 2000 રૂપિયા લઈને આવ્યા હતા અને તેને 3 વર્ષ માં 160 કરોડ રૂપિયા જુગાર માંથી કમાઈ લીધા હતા પરંતુ આર્ચિ નું નસીબ કહો કે બદનસીબ તેને કમાયેલી બધી જ રકમ એક જ વર્ષ માં પાછી જુગાર માં ગુમાવી દીધી અને તે ત્યારના સમય ની જુગાર માં ગુમાવેલી સૌથી મોટી રકમ હતી.

ઉમર સીદીકી

        એક સમય હતો કે ઉમર ને કેસિનો ના કિંગ કેહવા માં આવતા. એવું કેહવાતું કે ઉમર જયારે કોઈ ગેમ રમવા બેસે તો આખો કેસિનો તેની ગેમ જોવા માટે ત્યાં આવી જતો, પરંતુ તેને બ્લેક જેક નામક ગેમ માં 400 કરોડ રૂપિયા ગુમાવ્યા. ઉમર એક પ્રખ્યાત કંપની માં ઉચ્ચ હોદા ઉપર ફરજ બજાવતા હતા અને તેને દેવું ચૂકવવા માટે કંપની ના હિસાબ માં ગોટાળા કર્યા હતા જેના કારણે તેને 6 વર્ષ ની જેલ પણ થઇ હતી.

મૉરીન ઓ કોનર

          આ લિસ્ટ માની એક માત્ર મહિલા જુગારી છે. જુગાર એ માણસ ને કેવી રીતે કંગાળ કરી દે છે તેનું જીવતું જાગતું ઉદાહરણ મેરિન ઓ કોર્નર છે. મેરિન સેન ડિએગો શહેર ની મેયર રહી ચુકી છે તેને જુગાર ની હદ એટલા હદે હતી કે તેને જુગાર માટે બધી મિલકત વેચી દીધી તથા બધા ઘરેણાં પણ વેચી દીધા અને તેના પતિ ના ચેરીટેબલટ્રસ્ટ માં પણ ફ્રોડ કર્યું જેના કારણે આજે પણ તે કોર્ટ અને જેલ ના ધક્કા ખાય છે.

Post a comment

0 Comments