એક એવી મહિલા જે નહાવા માં કરે છે કરોડો રૂપિયા ખર્ચ


આ દુનિયા માં ઘણા એવા લોકો છે જેના શોખ પણ ઘણા અજીબો ગરીબ છે. શોખ એવી વસ્ત છે જેની કોઈ સીમા નથી હોતી.


એ વાત પણ સાચી છે કે દુનિયા માં ઘણા લોકો એવા છે અને ઘણા એવા લોકો વિષે પણ સાંભળ્યું હશે જે પોતાના શોખ પુરા કરવા માટે તમે વિચાર્યું પણ ના હોય ત્યાં સુધી પહોંચી જાય છે અને કોઈ પણ ભોગે શોખ પુરા કરે છે. તમે એ વિચારતા હશો કે આ બધું શું કામ કહી રહ્યા છો પણ તેની પાછળ નું પણ એક કારણ છે કે અત્યારે એક મહિલા ખુબ જ ચર્ચા માં છે જેના વિષે લગભગ તમે ક્યારેય નહિ સાંભળ્યું હોય.


આ મહિલા ના શોખ ની ચર્ચા ચારેબાજુ થઇ રહી છે કેમકે તેના શોખ સામાન્ય મહિલા ઓ કરતા ઘણા જ અલગ છે. આ મહિલા નું નામ કામલીયા ઝુહુર છે અને તમને એ જાણી ને આશ્ચર્ય  થશે કે તેની લાઇફસ્ટાઇલ બધા કરતા અલગ છે. આ 39 વર્ષીય મહિલા નાહવા પાછળ જ કરોડો રૂપિયા ખર્ચ કરી દે છે જી હા તમને પણ આ વાત સાંભળી ને આશ્ચર્ય થશે.


તમે એ વિચારતા હસો કે એવી તે કઈ વસ્તુ થી નહાતી હશે જેની પાછળ કરોડો રૂપિયા ખર્ચ થઇ જાય છે તો તે મહિલા ને શેમપેઇન થી નાહવાનો શોખ છે. ખરેખર તો કામલીયા ના પતિ પાકિસ્તાની મૂળ ના કરોડપતિ બિઝનેસમેન છે. જેનું નામ મોહમ્મદ ઝુહુર છે.


તેના સિવાય કામલીયા પોતે પણ એક મોડેલ અને સિંગર છે. એક વાત પ્રમાણે એ સામે આવ્યું છે કે કામલીયા 5 હાજર ની કિંમત ની કેટલીય બોટલ રોજે નાહવા માટે ખરીદે છે જેથી તે નાહવા પાછળ જ મહિને કરોડ રૂપિયા ની શેમપેઇન ખરીદી લે છે. કામલીયા અને મોહમ્મદ ઝુહુર ની જુડવા દીકરીઓ છે. જેમનું નામ અરબેલા અને મીરાબેલા છે. અને તેની સિવાય કામલીયા ના ધારે 22 નોકર છે જે તેના ઘર ની સારસંભાળ રાખે છે.


તમને એ જાણી પણ આશ્ચર્ય થશે કે તેમનાં નોકર નો પગાર પણ વર્ષ નો લગભગ 194 કરોડ રૂપિયા જેટલો થાય છે. એટલું જ નહિ આ કપાળ પાસે એક બે નહિ પરંતુ 10 ઘર છે. પોતાનું ખુદ નું પ્રાઇવેટ પ્લેન અને એક યોટ પણ છે.એટલું જ નહિ કામલીયા ને હીરા જડિત ઘડિયાળ પેરાવાનો પણ શોખ છે અને તેની એક ઘડિયાળ ની કિંમત લગભગ 40 લાખ રૂપિયા છે અને તેના ચશ્માં ની કિંમત 4 લાખ રૂપિયા છે. આ વાત ઉપર થી તમને એક અંદાજ તો  આવી જ ગયો હશે કે જેમની પાસે પૈસા હોય છે તેમના શોખ પણ અજીબો ગરીબ હોય છે અને જેને સામાન્ય માણસ ને સમજવા પણ ઘણા અઘરા થઇ પડે છે.Post a comment

0 Comments