બેન્ક માંથી લીધેલી લોન જો ના ચુકવવામાં આવે તો જાણો શું થઇ શકે છે

Gujarati Article

1.બેંક લોન ની ચુકવણી માં વિલંબ થાય તો 

                 જો તમારે કોઈ બેંક લોન ચાલુ હોય અને તેના ઇએમઆઇ ચુકવવામાં વિલંબ થાય અને 90 દિવસ કરતા વધારે સમય થઇ જાય તો બેંક તેને આરબીઆઇ ના નિયમ મુજબ નોન પરફોર્મિંગ મિલકત માંની લે છે અને આ સ્થિતિ માં બેંક એકાઉન્ટ હોલ્ડર ને એક નોટિસ મોકલે છે કે ખાતેદાર એક સાથે જ બધી હપ્તા ની રકમ એક સાથે જ એક વાર માં જ ભરી દે નઈ તો કાનૂની કાર્યવાહી કરવાની ધમકી પણ આપે છે.

2.લોન ની  ચુકવણી ના કરવામાં આવે તો 

Gujarati Article


               સૌથી પેહલા તો બેંક એક નોટિસ મોકલે છે  અને તેના બે મહિના બાદ એટલે કે ટોટલ પાંચ મહિના બાદ બેંક બીજી લીગલ નોટિસ મોકલે છે અને તેમાં જણાવે છે કે તમારી મિલકત ની કિંમત કેટલી છે અને તેને હરાજી માં કેટલી કિંમત માં મુકવામાં આવી છે.

3.મિલકત હરાજી થયા બાદ શું થાય છે.

               તમારી મિલકત બેંક સીલ લગાવી ને વેચી દે છે  અને ત્યાર બાદ જે રકમ આવે છે તેનાથી લોન ની ચુકવણી થાય છે અને વધેલી રકમ ખાતેદાર ના ખાતામાં સીધી જમા થઈ જાય છે. તેનાથી ઉલ્ટા માં જો હરાજી ની રકમ ઓછી આવે તો વધેલી રકમ ની ચુકવણી ખાતેદારે કરવાની રહે છે.

Post a comment

0 Comments