વાર્તા :જો કોઈ પૂછે કે જિંદગી માં શું મેળવ્યું અને શું ગુમાવ્યું તો આ કેહજો

Gujarati Story


એક વ્યક્તિ એક દિવસ કીધા વગર કામ પર ના આવ્યો. તો શેઠે વિચાર્યું કે તેનો પગાર વધારી દવ તો લગભગ તે કામ માં રસ લેવા માંડે અને વ્યવસ્થિત કામ કરવા માંડે એટલે તેનો પગાર વધારી દીધો. આગળ જતા તેને વધારે પૈસા શેઠે આપ્યા તો તેને ચુપચાપ કઈ કહ્યાં વગર રાખી લીધા.

થોડા મહિના પછી જયારે તે રજા પાડવા લાગ્યો તો શેઠ ને ખુબજ ગુસ્સો આવ્યો અને વિચાર્યું કે પગાર વધારવાનો કઈ ફાયદો નથી આ માણસ સુધરશે નહિ તો તેને તેનો પગાર પાછો ઘટાડી દીધો. જયારે પગાર નો સમય થયો અને શેઠે તેને પગાર માં ઓછા રૂપિયા આપ્યા તો તે કઈ બોલ્યો નહિ અને ચુપચાપ પગાર લઇ ને ખીચા માં રાખી દીધો.

આ વખતે પણ તે કઈ ના બોલ્યો તો શેઠ ને આશ્ચર્ય થયું અને તેને તેને પૂછ્યું કે મેં તને વધારે પગાર આપ્યો ત્યારે પણ તું કઈ ના બોલ્યો અને જયારે પાછો તારો પગાર કાપી લીધો ત્યારે પણ તું કઈ ના બોલ્યો એનું કઈ કારણ?

નોકરે જવાબ આપ્યો કે હું જયારે પેહલા ગેરહાજર રહ્યો ત્યારે મારા ઘરે દીકરા નો જન્મ થયો હતો અને ત્યારે તમે કઈ કહ્યા વગર મારો પગાર વધારી દીધો તું હું સમજી ગયો કે ભગવાને મને એ બાળક ના ભરણપોષણ નો ભાગ મોકલી દીધો અને જયારે હું બીજી વખત ગેરહાજર રેહવા મંડ્યો ત્યારે મારી માં મરી ગઈ હતી અને તમે ત્યારે પગાર ઓછો કરી નાખ્યો તો હું સમજી ગયો કે મારી માં તેના ભાગ નો હિસ્સો તેની સાથે લેતી ગઈ એટલે હું શું કામ કારણ વગર એ જાણી ને હેરાન થાવ જેની જવાબદારી ભગવાને પોતે ઉપાડી લીધી હોય.

એક સુંદર વાક્ય:-

જો કોઈ પૂછે કે જિંદગી માં શું ખોયું અને શું મેળવ્યું 
ત કેહજો 
જે કઈ ખોયું એ મારી નાદાની હતી અને 
જે કઈ મેળવ્યું એ મારા  ભગવાન ની કૃપા હતી 
સુંદર સંબંધ છે મારો અને ભગવાન નો
 વધારે હું માંગતો નથી અને ઓછું એ આપતો નથી.....

Post a comment

0 Comments