બધીજ છોકરીઓ તેમના પતિજ નહિ પરંતુ તેમના પિતા પાસે પણ સાંભળવા માંગે છે આ વાત


એ આપણે બધાજ જાણીએ છીએ કે દીકરી ઓ માતા-પિતા ની લાડકી હોઈ છે. એટલુંજ નહિ પરંતુ એક દીકરી તેમના પિતા માટે તો પરી હોઈ છે. જેમની તે હર એક ઈચ્છા ને પુરી કરવા માંગે છે. પરંતુ તેની સાથેજ હર એક દીકરી એવું ઇચ્છતી હોઈ છે કે તેમના પિતા પોતાની ભાવના વ્યક્ત કરીને તેમની સાથે વાત કરે. આજે અમે તમને એવી વાતો કહીશું જે હાર એક દીકરી પોતાના પિતા પાસે પણ સાંભળવા માંગે છે.

તું ઘણી સુંદર છો


માતા-પિતાને તેમના બાળકો હંમેશા સુંદર લગેજ છે પરંતુ દીકરી પોતાના માતા-પિતા પાસે થી આ વાત સાંભળવા માંગતા હોઈ છે, ખાસ કરીને તેમના પિતા પાસે થી. તમારી આ નાની વાત તેમનો આત્મવિશ્વાસ વધારે છે.

હું તારી સાથે છું


જોઈએ તો હર એક પિતા તેમની દીકરી સાથે હર એક પગલે ઉભા રહે છે પરંતુ દીકરી હંમેશા તેમના પિતા પાસે થી આ વાત સાંભળવા માંગે છે કે હું હંમેશા તારી સાથે છે.

કોઈ પણ વસ્તુ મુશ્કેલ નથી

દીકરી કોઈ પણ કામ કરી લે પરંતુ તે ઈચ્છે છે કે ડગલેને પગલે તેમને પ્રોત્સાહન મળે. પિતા નું પ્રોત્સાહન દીકરી માટે ઘણુંજ કામ આવે છે.

માટે તારા પર ગર્વ છે


દીકરી ક્યારેય પણ સારું કામ કરે તો ત્યારે હંમશા કહો તે તમને તેના પર ગર્વ છે. તેનાથી ફક્ત તેને ખુશી જ નહિ પરંતુ સાથેજ તેમના આત્મવિશ્વાસ માં પણ વધારો થાય છે.

Post a comment

0 Comments