ગૌતમ બુદ્ધ ની એ 3 વાત જેને યાદ રાખવાથી ક્યારેય કોઈ કામ માં અસફળ નઈ થાવ.


ગૌતમ બુદ્ધ ની મહાનતા તો આપ સૌ જાણો જ છો. લોકો તેના જીવન ના મારગે ચાલી ને સફળ થાય  છે. જો તમારે જીવન માં સફળતા મેળવવીજ હોય તો કોઈ પણ મહાપુરુષ ની વાત નો અમલ કરવો પડે તો આજે અમે તમને ભગવાન ગૌતમ બુદ્ધ ની 3 વાત જણાવીશું જેનો અમલ કરી ને જીવન માં ક્યારેય પણ અસફળ નહિ થાઓ.

માણસ હંમેશા વીતી ગયેલી વાતો ઉપર વધારે સમય ખર્ચે છે. પરંતુ આગળ શું કરવાનું છે તેના પર ખુબ ઓછો સમય વિચારે છે. ગૌતમ બુદ્ધ કહે છે જે વીતી ગયું છે એના વિષે વિચારવાનો કોઈ મતલબ નથી પરંતુ જે હવે તમારે આગળ કરવાનું છે તેના વિષે વિચાર કરવા જોઈએ જેથી સફળતા મળે.

લોકો ચોપડી માંથી જ્ઞાન તો ગ્રહણ કરે છે પરંતુ તેને જીવન માં ઉતારી નથી શકતા.એટલેજ ભગવાન ગૌતમ બુદ્ધે કીધું છે પુસ્તકિયું જ્ઞાન ત્યાં સુધી કઈ કામ નું નથી જ્યાં સુધી તેને જીવન માં ઉતારવા માં ના આવે અને તેને જીવન માં ઉતાર્યા સિવાય તમારો ઉદ્ધાર થવાનો નથી.

આ સંસાર માં લોકો પોતાના મન પર કાબુ નથી મેળવી શકતા એટલેજ તો ભગવાન ગૌતમ બુદ્ધે કીધું છે યુદ્ધ માં ગમે તેટલા વિજય મેળવો પરંતુ જ્યાં સુધી તમે તમારી પોતાની જાત પર વિજય નય મેળવો ત્યાં સુધી સફળ નય થઇ શકો. માયાજાળ રૂપી જીવન માં ફસાવી ને વ્યક્તિ પોતાની જાત ને હારિ જાય છે એટલેજ તો આ માયાજાળ માંથી મુકત થઇ ને પોતાના પર કાબુ મેળવો જેનાથી સફળતા સામે ચાલી ને આવશે.

ભગવાન ગૌતમ બુદ્ધ દ્વારા બતાવામાં આવેલી આ 3 વાત દરેક મનુષ્યે પોતાના જીવન માં ઉતારવી જોઈએ.

Post a comment

0 Comments