જો તમને પણ રહેતી હોય પગ ફાટવાની સમસ્યા તો જરૂરથી વાંચો આ ઘર ગથ્થું ઉપાય

જો તમને પણ રહેતી હોય પગ ફાટવાની સમસ્યા તો જરૂરથી વાંચો આ ઘર ગથ્થું ઉપાય


પગ માં તિરાડ પાડવાની આ સમસ્યા હવે નોર્મલ થય ચુકી છે પરંતુ જો ખરેખર એનો ઉપાય ના લાવવામાં આવે તો ધીમે ધીમે એ વધતી જતી હોય છે અને દુખાવો અને લોહીનું વહેવું આવી સમસ્યા ઉભી થતી હોય છે. ઘણા લોકો ની આ સમસ્યા લોકો છુપાવી લેતા હોય છે કાતો નજર અંદાજ કરતા હોય છે પરંતુ આજે આપણે થોડા  ઘર ગથ્થું ઉપાય થી કરીશું એને જટ થી દૂર.

ગ્લીશરીન અને ગુલાબજળ 

ગ્લીશરીન અને ગુલાબજળ ત્વચા એટલે કે ચામડીને મુલાયમ રાખવા માટે વપરાય છે. ગ્લીશરીન અને ગુલાબજળ ને જો સરખી માત્રા માં લઈને પગ ને ધોઈ ને લગાવામાં આવે તો પગ માં પડેલા આ તિરાડ ને ઘણી રાહત મળે છે અને નિયમિત સમય અનુસાર લગાવામાં આવે રોજે તો એ પગમાં પડેલી એ તિરાડ માંથી રાહત મળે છે 

નારિયેળ તેલ 

નારિયેળ તેલ એ એક એન્ટિફંગલ જેવું કામ આપે છે. તમે ઘણી વનસ્પતિના તેલ વિષે સાંભળ્યું હશે એમાનું એક તેલ નારોયેલ તેલ પણ એજ રીતે કામ આપે છે. ખરેખર જો નારિયેળ તેલ નો ઉપયોગ જો પદ્ધતિ સર કરવામાં આવે તો એ પણ પગ માં પડેલી તિરાડ ને દૂર કરે છે. સૌ પ્રથમ પગને ગરમ પાણી માં રાખીને ધોય  નાખવા જોઈએ ત્યાં બાદ એ સુકાય જાય ત્યારે હળવા હાથેથી નારિયેળ તેલ લગાડીને મોજા પેહેરીલેવા જોઈએ. આ પદ્ધતિ રાત્રે કરવાથી સારો એવો ફાયદો મળે છે.


પેટ્રોલિયમ જેલી 

આ વિષે તમે સાંભળ્યું હશે. પેટ્રોલિયમ જેલી અલગ અલગ પ્રકાર માં અને નુકશાન કારક પણ હોય શકે છે પરંતુ જો તમે પેટ્રોલીય જેલી સારી ગુણવતા વાળી વાપરો તો તમને વધુ ફાયદો મળી શકે છે. પેટ્રોલિયમ જેલી નું મૂળ ઉપયોગ ત્વચાને નરમ રાખવા થાય છે. પેટ્રોલિયમ જેલીને રોજે રાત્રે પગ ના તળિયે હળવા હાથે થી લગાવામાં આવે તો આ તિરાડો ધીમે ધીમે દૂર થાય છે.

Post a comment

0 Comments