જો તમારા બાળકો ને પણ છે મોબાઈલ જોવાની ટેવ તો અપનાવો આ ઉપાય


મોબાઈલ ફોન ની લત તો વર્તમાન સમય માં સૌથી મોટી ટેવ છે. પરંતુ આ ટેવ એના માટે બોવ જ ખરાબ છે જેના જીવન ની હજુ શરૂઆત થઇ રહી છે.મોબાઈલ ફોન બાળકો માટે ખુબજ નુકશાન કારક છે.

મોબાઈલ બાળકો ની શારીરિક ક્ષમતા અને મગજ પર પણ અસર કરે છે.  એક સર્વે મુજબ દરેક બાળક લગભગ 3 થી 4 કલાક સમય મોબાઈલ ઉપર કાઢે છે. જેના કારણે તેને ચીડિયાપણું, અનિંદ્રા અને નજર નું કમજોર થવાનું જેવી સમસ્યા થઇ શકે છે. તો ચાલો આજે જાણીએ તેની આ કુટેવ દૂર કરવા ના ઉપાયો જે જરૂર થી કામ આવશે.

1) બાળકો માટે એક ટાઈમ ટેબલ બનાવો:

સૌ પ્રથમ બાળકો માટે એક ટાઈમ ટેબલ બનાવો અને તમારા બાળક ને તેને ફોલો કરવાનું કહો જેમાં ફોન માટે પણ સમય કાઢો તથા ચોકલેટ ખાવાથી લઈને સુવા સુધી ના સમય નું એક ટાઈમ ટેબલ બનાવો. આ ટાઈમ ટેબલ ને દીવાલ ઉપર ચીપકાવો. અને બાળક ને સમય સમય ઉપર યાદ કરાવો અને તેને ફોલો કરવાનું કેહતા રહો બાળક ખુશી ખુશી ટાઈમ ટેબલ ફોલો કરશે કારણ કે જો તેને કેહવા માં આવશે કે જો આ પ્રમાણે અઠવાડીયુ કે મહિનો ફોલો કરશે તો ગિફ્ટ મળશે અથવા તો બહાર ફરવા લઇ જવામાં આવશે વગેરે વગેરે તો જરૂર તેનાથી તેની ટેવ માં બદલાવ આવવા લાગશે.

2) બાળકો ની બહાર ની રમત પાટે પ્રેરિત કરવા:

તમને બધાને તમારું બાળપણ તો યાદ જ હશે કે તમે કેવું ભાગ દોડ વાળું જીવન જીવતા હતા અને કેવી રમત રમતા હતા. બાળકો નો રસ એવીજ રમત બાજુ વાળો જેવી કે ક્રિકેટ, ખો-ખો, કબ્બડી વગેરે વિષે માહિતી આપો જેનાથી તે ફોન થી દૂર જ નહિ પરંતુ સ્વસ્થ પણ રહેશે.

Post a comment

0 Comments