મુકેશ અંબાણી થી લઇ ને અમિતાબ બચ્ચન સુધી ના મોટા મોટા સ્ટાર્સ પીવે છે આ ડેરી નું દૂધ જાણો તેની ખાસિયત


મુકેશ અંબાણી, બિગ બી, અક્ષય કુમાર, હ્રિતિક રોશન, સચિન તેંડુલકર જેવા દેશ ના મોટા સ્ટાર્સ પુના સ્થિત ભાગ્યલક્ષ્મી ડેરી નું દૂધ પીવે છે. આ ડેરી માં 1 લીટર દૂધ ની કિંમત લગભગ 95 રૂપિયા છે. કેટલાક  મોટા સ્ટાર ની સાથે આ ડેરી ના 12 હજાર ગ્રાહક છે. તો ચાલો જાણીએ આ ડેરી ની ખાસિયતો.

27 એકર માં ફેલાયેલી આ ડેરી ના મલિક છે દેવેન્દ્ર શાહ. તેમાં 3500 ગાય, 75 કર્મચારી કામ કરે છે. દેવેન્દ્ર શાહે કાપડ નો વ્યાપર છોડી ને ડેરી નો બિઝનેસ ચાલુ કર્યો હતો.

ગાય નું દૂધ કાઢવાથી લઇ ને પેકીંગ બધું જ મશીનરી થી થાય છે. દૂધ કાઢતા પેહલા દરેક ગાય નું વજન અને તાપમાન ચેક કરવામાં આવે છે અને પાઇપ ના વાટે દૂધ બોટલ સુધી પોહચે છે.

ગાયો ને આર.ઓ નું શુદ્ધ પાણી પાવા માં આવે છે તથા મોસમ અનુસાર ખોરાક આપવા માં આવે છે. જર્મન મશીન દ્વારા ગાયો ની મસાજ પણ કરવામાં આવે છે. ગાયો માટે લગાવેલું રબર મેટ દિવસ માં 3 વાર સાફ કરવા માં આવે છે.

નવા ગ્રાહક પણ જુના ગ્રાહક ના રેફરન્સ ના આધાર પર લેવામાં આવે છે તથા બધું કામ એટલી સફાઈ અને સ્વચ્છતા થી કરવા માં આવે છે જેના કારણે જ મોટી સેલિબ્રિટી પણ તેનું દૂધ પીવે છે.

Post a comment

0 Comments