દુનિયા ની 6 સૌથી મોંઘી ગાડી જેને ખરીદવાનું દરેક નું સપનું હશે

દુનિયા ની 6 સૌથી મોંઘી ગાડી જેને ખરીદવાનું દરેક નું સપનું હશે

કેટલાક લોકો નું સારી ગાડી ખરીદવાનું સપનું હોય છે. અત્યાર ના સમય માં ગાડી ની માંગ માં ભારે વધારો થયૉ છે કારણ કે લોકોનું જીવન ધોરણ ઘણું ઊંચું થઈ ગયું છે. અત્યારે દરેક લોકો ને પોષાય તેવી ગાડી માર્કેટ માં મળી રહે છે. અત્યારે લાખ ની નેનો ગાડી થી લઈને મર્સીડીઝ, બીએમડબ્લ્યુ, ઔડી વગેરે મોંઘી ગાડી પણ ઉપલબ્ધ છે પરંતુ આજે અમે તમને એવી ગાડી વિષે બતાવીશું જે તેનાથી પણ અનેક ગણી મોંઘી છે જે લગભગ સામાન્ય માણસનું તો સપનું બની ને જ રહી જાય છે.

1. ટ્રેવીતા (Koenigsegg ccxr Trevita)


Koenigsegg ccxr Trevita ગાડી દુનિયા ની મોંઘી ગાડી માં પેહલા નંબર ઉપર આવે છે. આ ગાડી એટલા માટે કિંમતી છે કારણ કે તેના ઉપર હીરા ના કાર્બન થી કોટિંગ કરવામાં આવેલું છે અને તેની ચમક ક્યારેય પણ જાંખી નથી પડતી. આ ગાડી 0-100 કીમી પહોંચવામાં માત્ર 2.9 સેકેન્ડ નો સમય લે છે અને 0-200 કીમી પોંહચવા  માં 8.75 સેકેન્ડ નો સમય લે છે આના પરથી તમે તેની તાકાત નો અંદાજ લગાવી શકો છો. તેની મહત્તમ સ્પીડ 410 કિમિ છે. આને ખરીદવી એ બધાય ના બજેટ ની વાત નથી કારણ કે તેની કિંમત 4.8 મિલિયન ડોલર એટલે કે 32,54,16000 રૂપિયા જેટલી થઇ જાય.

2.લેમ્બોરજીની (Lemborgini Veneno)


Lemborgini Veneno પણ એક સુંદર ગાડી છે જે  દુનિયા ની બીજા નંબર ની મોંઘી ગાડી છે. આ ગાડી 0-100 કીમી સુધી પોંહચવામાં માત્ર 2.8 સેકેન્ડ નો સમય જ લે છે. તેની મહત્તમ સ્પીડ 370 કીમી/કલાક. તેની અંદર 6.5 લીટર V-12 એન્જિન લાગેલું છે જે તેને એટલી તાકાત આપે છે અને આ ગાડી નો વજન 200 પાઉન્ડ જેટલો જ છે તથા તેનો લૂક પણ ખુબજ સુંદર છે. તેને ખરીદવા માટે તમારે 6 મહિના પેહલા તેને બુક કરાવી પડશે. અને તેની કિંમત લગભગ 4.5 મિલિયન ડોલર એટલે કે 30,60,00,000 રૂપિયા જેટલી થવા જાય છે.

3.W Motors Lykan Hypersport


W Motors Lykan Hypersport એ એક રેસિંગ કાર છે. આને તમે ફાસ્ટ ફુરીઅસ 7 મૂવી માં પણ જોઈ હશે. આ ગાડી ની મહત્તમ સ્પીડ 395 કિમી છે અને તે 0-100 કિમિ સુધી પહોંચવા માટે ફક્ત 2.8 સેકેન્ડ જ લે છે. આ એક રેસિંગ કાર છે એટલા માટે તેમાં 6 એન્જિન લાગવા માં આવ્યા છે અને તેની કિંમત 3.4 મિલિયન ડોલર એટલે કે 23,45,00,000 રૂપિયા જેટલી થાય જાય છે.

4.Bugatti Veyron by Mansory Vivere


Bugatti veyron by Mansory Vivere એક લક્સરી ગાડી છે અને તે લિમિટેડ એડિશન માં જ છે. જર્મન ટેક્નિક થી બનેલી આ ગાડી 0-100 માત્ર 2.5 સેકેન્ડ માં પોહચી જાય છે. એની મહત્તમ સ્પીડ 410 કિમી છે અને તેમાં 7993 cc નું એન્જીન લાગેલુ છે. તેની કિંમત 3.4 મિલિયન ડોલર એટલે કે 23,45,00,0000 રૂપિયા જેટલી થઇ જાય છે.

5.Ferrari pininfarina sergio


Ferrari pininfarina sergio ગાડી દુનિયા ની મોંઘી ગાડી માંથી એક છે અને તેને ખરીદવી એ દરેક ની વાત નથી. 0-100 સુધી પોંહચવા માં આ ગાડી માત્ર 3 સેકેન્ડ નો સમય લે છે. તેની મહત્તમ સ્પીડ 350 કિમી છે. જોકે આ ગાડી ની ડિમાન્ડ વધુ હોવાના કારણે તેની કિંમત 3 મિલિયન અમેરિકન ડોલર એટલે કે 20,50,00,000 રૂપિયા થાય.

6.Pagani Huayra BC


                 Pagani Huayra BC ખૂબજ સ્પીડ વાળી અને હલકી ગાડી માની એક છે કારણ કે તેની અંદર વધારે પડતું ઈન્ટીરીઅર કરવા માં નથી આવ્યું. આ ગાડી ઓર્ડર ઉપર પણ તૈયાર કરી આપવામાં આવૅ છે. 5980 cc નું એન્જીન એને એટલો પાવર આપે છે કે તે 0-100 સુધી પોંહચવા માં માત્ર 2.7 સેકેન્ડ નો સમય લે છે. તેની મહત્તમ સ્પીડ 385 કીમી છે. અને તે 2.6 મિલિયન ડોલર એટલે કે 17,90,00,000 રૂપિયા માં મળે છે.

Post a comment

0 Comments