મોબાઈલ આવ્યા પછી આ 10 વસ્તુ થઈ ગઈ લુપ્ત

 All these things disappeared after the arrival of mobile

ટપાલ

તમે બધા ત્યાં ખુશ હશો થી શરુ થતા આ શબ્દો ની સાથે સાથે શરુ થયેલી આ ટપાલ પણ તુફાન માં ઉંડી ગઈ. ટેલીફોન અને તેના પછી મોબાઈલ ની ક્રાંતિ આવ્યા બાદ ટપાલ સાવ લુપ્ત થઈ ગય છે. ટપાલ ખતમ થયા પછી રાહ જોવાની આદત પણ ચાલી ગઈ છે.

પોકેટ કેમેરા

આજે બજાર માં સારા કેમેરા કરતા વધુ સારા આજે મોબઈલ ફોન થઈ ગયા છે. ફોટો અને વિડીઓ બનાવવું પહેલા થી ઘણું આસન અને ફાસ થઈ ચુક્યું છે.

ફોટો આલ્બમ

આલ્બમ જોવો થોડો સમય પહેલા એક સામાન્ય વાત હોતી હતી. આજે ફોટો ઈન્ટરનેટ અને કમ્પ્યુટર પર જ હોય છે.

ટેપ અને વોક મેન

1990 ની સાલ માં ઘરે ટેપ રેકોર્ડર ચાલતું હતું અને યુવાન લોકો સ્ટાઈલીશ થી વોક મેન સાથે નાચતા હતા.  MP3 ના આવિષ્કાર એ કેસેટ ના યુગ ને પણ ઇતિહાસ માં નાખી દીધો છે.

વિડીઓ કેસેટ પ્લેયર

એક જમાનો હતો જયારે વીસીઆર અથવાતો વિસીપી ભાડે લઈને પરિવાર તેમેજ પાડોશી સાથે ફિલ્મ જોવું સામાન્ય હતું. આવેલી ટેકનોલોજી ને કારણે બાકી બધું ભુલાઈ ગયું છે.

સામાન્ય ટોર્ચ

ટોર્ચ ની જરૂર થોડા થોડા સમય પર પડતી હતી. પરંતુ તે સમયે ટોર્ચ ને સાથે લઈને ફરવું, બેટરી બદલવી તેમજ ચાર્જ કરવું પણ ખુબજ અઘરું હતું. મોબાઈલ ફોન સાથે આવેલી ટોર્ચ લાઈટ એ પરંપરાગત ચાલી આવેલી ટોર્ચ ને સાવ ખતમ કરી નાખી છે.

હાથ ની ઘડીયાર

સમય સાથે ચાલવા માટે હાથે ઘડીયાર બાંધવી ખુબજ જરૂરી સમજવામાં આવતી હતી. પરંતુ મોબાઈલ ફોને ઘડીયાર ને ફક્ત શોભા વધારવા માટેનું સાધન બનાવી નાખ્યું છે.

આલાર્મ ઘડીયાર

વિદ્યાર્થી તેમજ નોકરી કરતા લોકોને આની ખુબજ જરુરીયાત પડતી હતી. આ ઘરીયારજ સવારે જગાડતી હતી પરંતુ આજે મોબઈલ એ આ કામ સારી રીતે કરી રહ્યું છે.

કેલ્કુંલેટર

2000 ની સાલ માં હિસાબ કરવા માટે તેમજ ભણવામાં તેમજ બધાજ કામ માટે કેલ્કુંલેટર નો પ્રયોગ થતો હતો. પરંતુ આજે મોબઈલ ફોન એ આ કેલ્કુંલેટર ને ખુબજ નાની જગ્યા માં રાખી મુક્યું છે.

પીસીઓ


1990 ના દશક માં ભારત માં દુરસંચાર ના ક્ષેત્ર માં કરતી થઈ હતી. નાના શહેરો તેમજ ગામડા માં પણ ટેલીફોન બુથ પહોચી ગયા હતા. એસટીડી તેમજ આઈએસડી કોલ કરવો એક સારા અનુભવ થી પણ ઓછું નહતું. ત્યાર બાદ ઘરમાં ટેલીફોન લાગ્યા અને આજે મોબઈલ એ બાકી બધા ઉપર ધૂળ ચડાવી દીધી છે.

Post a comment

0 Comments